શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના કયા બે ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રૉસ વૉટિંગ કર્યુ? જાણો વિગતે
અત્યાર સુધીમાં ભાજપના 30 ધારાસભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી કોંગ્રેસના એક પણ ધારાસભ્ય દ્વારા વોટિંગ કરાયું નથી.
ગાંધીનગરઃ કોંગ્રેસના બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રૉસ વૉટિંગ કર્યુ હોવાની વાત બહાર આવી છે. ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે હાલ ચૂંટણી ચાલી રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીથી નારાજ બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રૉસ વૉટિંગ કર્યુ છે. આ વાતની જાણ કોંગ્રેસ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કરી છે. બ્રિજેશ મેરજા મોરબીના ધારાસભ્ય છે અને રાજ્યસભાની ચૂંટણીમાં હાલ પૉલિંગ એજન્ટ બન્યા છે.
આજે ગુજરાતમાં ખાલી પડેલી બે રાજ્યસભાની બેઠકો માટે સવારે નવ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વોટિંગ કરવા પહોંચ્યા હતાં. કુલ 107 ધારાસભ્યોએ વોટિંગ કર્યું હતું. જેમાં 84 ધારાસભ્યો ભાજપના છે જ્યારે બાકીના 23 ધારાસભ્યો કોંગ્રેસ સહિત અન્ય પક્ષના છે. વોટ આપવા નીકળતા પહેલા પોતાના નિવાસ સ્થાને અલ્પેશ ઠાકોરે કહ્યું કે, રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કરવા જઈ રહ્યો છું. મતદાન બાદ વિસ્તારપૂર્વક મારી વાત કરીશ.
રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના ડરના કારણે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આબુ-પાલનપુર રોડ પર આવેલી બાલારામ રિસોર્ટમાં લઈ ગઈ છે અને અહીં તેમને મતદાન માટે તાલીમ આપવામાં આવી હતી. આજે સવારે તેઓ ગાંધીનગર આવવા નીકળી ગયા છે. જોકે, હજુ સુધી તેઓ પહોંચ્યા નથી.
નોંધનીય છે કે, ભાજપ તરફથી વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને ઉમેદવાર બનાવાયા છે, જ્યારે કોંગ્રેસમાંથી ચંદ્રીકા ચુડાસમા અને ગૌરવ પંડ્યાને ઉમેદવાર બનાવાયા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે છે કે નહીં. આ વખતે અલગ અલગ ચૂંટણી થવાની હોવાથી ભાજપની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement