શોધખોળ કરો
Advertisement
UP: મહાગઠબંધનમાં ગાબડુ, યોગીએ ગોરખપુરના સપા સાંસદને બીજેપીમાં સામેલ કર્યા
ગોરખપુરઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ મોટુ ગાબડુ પાડ્યુ છે. સમાજવાદી પાર્ટીની ટિકીટ પર અહીં લોકસભા પેટાચૂંટણી જીતનારા પ્રવિણ નિષાદને બીજેપીમાં સામેલ કરી દીધા છે.
સાથે નિષાદ પાર્ટીનું બીજેપી સાથે ગઠબંધન થઇ ગયુ છે. ઉલ્લેખનીય છે કે, નિષાદ પાર્ટી તાજેતરમાંજ સમાજવાદી પાર્ટીથી અલગ થઇ હતી.
પ્રવિણ નિષાદના બીજેપીમાં સામેલ થયા બાદ કેન્દ્રીય મંત્રી અને પાર્ટી નેતા જેપી નડ્ડાએ કહ્યું કે નિષાદ પાર્ટીએ પીએમ મોદીની નીતિઓથી પ્રભાવિત થઇને બીજેપી સાથે ગઠબંધન કર્યુ છે. પ્રવિણ નિષાદનું પાર્ટીમાં સ્વાગત કરુ છું.
નોંધનીય છે કે, 2017માં સીએમ બન્યા બાદ યોગી આદિત્યનાથે ગોરખપુર લોકસભા બેઠક પરથી રાજીનામુ આપી દીધુ હતુ, ત્યારબાદ ગયા વર્ષે અહીં પેટાચૂંટણી યોજાઇ જેમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પ્રવિણ નિષાદ ઇતિહાસ રચતા જીત મેળવી હતી. તેમને બીજેપીના ઉપેન્દ્ર શુક્લાને હરાવ્યા હતા.Delhi: Nishad Party leader and Gorakhpur (UP) MP Praveen Nishad joins Bharatiya Janata Party. Nishad Party to support BJP in Uttar Pradesh in upcoming Lok Sabha elections. pic.twitter.com/Aqk5X2ZeAu
— ANI (@ANI) April 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement