Uttar Pradesh : સરકાર ગઠનની તૈયારીઓ શરૂ, જાણો ક્યારે યોજાશે સીએમ યોગીનો શપથગ્રહણ સમારોહ
ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં ભાજપા બીજી વખત જંગી બહુમતી સાથે જીતી છે. ભારતીય જનતા પાર્ટીએ તેના સાથી પક્ષો સાથે મળીને 273 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી છે.
Uttar Pradesh : યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જોરદાર જીત મળ્યા બાદ હવે યોગી આદિત્યનાથ રવિવારે એટલે કે આવતીકાલે દિલ્હી આવવાના હોવાની માહિતી મળી રહી છે. સમાચાર એજન્સી ANIને માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું કે યોગી આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકનો હેતુ બંને નેતાઓને યુપીમાં બની રહેલી નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત કરવાનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુપીમાં નવી સરકારનો શપથગ્રહણ સમારોહ હોળી પછી થશે.
Uttar Pradesh's Acting CM Yogi Adityanath to visit Delhi tomorrow. He will call on PM Narendra Modi and BJP president JP Nadda. Swearing-in ceremony of the new government is likely to take place after Holi: Sources
— ANI (@ANI) March 12, 2022
(File photo) pic.twitter.com/fKKqBCrwpp
ભાજપ ગઠબંધનને 273 બેઠકો મળી
ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં ભાજપા બીજી વખત જંગી બહુમતી સાથે જીતી છે. ભારતીય જનતા પાર્ટીએ તેના સાથી પક્ષો સાથે મળીને 273 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી છે. ચૂંટણી પરિણામોની વાત કરીએ તો ભાજપને 41.29 ટકા વોટ મળ્યા જ્યારે સમાજવાદી પાર્ટીને 32.03 ટકા વોટ મળ્યા. જ્યારે બહુજન સમાજ પાર્ટીને 12.88 ટકા વોટ મળ્યા છે. યુપીમાં સમાજવાદી પાર્ટી 111 સીટો જીતીને મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે.
ચૂંટણી પરિણામો બાદ ભાજપને બે તૃતિયાંશથી વધુ બેઠકો મળી છે અને આ સાથે જ રાજ્યમાં 37 વર્ષ બાદ સીટિંગ મુખ્યમંત્રીના નેતૃત્વમાં બીજી વાર સરકાર બની રહી છે. બીજી તરફ સીએમ યોગીનો પ્રથમ કાર્યકાળ સમાપ્ત થયો અને તેમણે લખનૌના રાજભવનમાં રાજ્યપાલ આનંદીબેન પટેલને ઔપચારિક રીતે રાજીનામું સુપરત કર્યું.
કેબિનેટની પ્રથમ બેઠકમાં સંકલ્પપત્રના વચનો પૂરા કરવાની તૈયારીઓ કરવામાં આવશે
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર યોગી સરકારની જ પ્રથમ કેબિનેટ બેઠકમાં સંકલ્પ પત્રમાં સમાવિષ્ટ વચનોને લાગુ કરવાની તૈયારી કરવામાં આવશે. સરકારે તાત્કાલિક અમલ કરવા માટેના કામોની યાદી બનાવી છે. સરકાર ખેડૂતોના ત્યજી દેવાયેલા પ્રાણીઓની સમસ્યા પર નવા ગાય સંરક્ષણ કેન્દ્રો અને ગાય સફારી ખોલવા જેવા વિકલ્પો પર વિચાર કરી રહી છે. શેરડી પકવતા ખેડૂતોને 14 દિવસમાં નાણાં ચૂકવણી કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે અને જો વધુ સમય હોય તો વ્યાજ સાથે ચૂકવણી કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે.