Loksabha Election Live Update: યૂપી PM મોદીની ઝંઝાવાતી રેલી, તો અમિત શાહ ગુજરાત મિશન પર, આ શહેરોમાં સંબોધશે સભા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી બે દિવસ યુપીમાં ચોથા અને પાંચમા તબક્કાના ઉમેદવારોને જીતાડના માટે જનસભા યોજશે. તો શાહ ગુજરાત મિશન પર છે
Loksabha Election 2024 Live Update: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત મિશન પર છે. તેઓ આજે 7મીએ થનાર લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને પ્રચાર કરશે. તેઓ છોટા ઉદેપુરના બોડેલીમાં સભા ગજવશે, વલસાડ લોકસભા અંતર્ગત વાંસદામાં અમિત શાહની જનસભા યોજાશે. સંઘ પ્રદેશ દમણમાં અમિત શાહ ચૂંટણી સભાને સંબોધિત કરશે.
ત્રણ તબક્કા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ચોથા અને પાંચમા તબક્કાની લોકસભાની બેઠકોના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યાં છે. . હાલમાં વડાપ્રધાન યુપીની સાત લોકસભા સીટો પર સતત 2 દિવસ પ્રચાર કરશે. વડાપ્રધાન શનિવારે કાનપુર અને અકબરપુર લોકસભા બેઠકો પર ચૂંટણી યોજશે.
આ પછી, વડા પ્રધાન હરગાંવ વિધાનસભા ક્ષેત્રમાં ધૌરહરા, સીતાપુર અને ખેરી લોકસભા બેઠકો માટે જાહેર સભા કરશે. અહીં બેઠક યોજ્યા બાદ વડાપ્રધાન સાંજે અયોધ્યા પહોંચશે. વડાપ્રધાન ત્યાં શ્રી રામલલાના દર્શન કરશે. આ પછી સુગ્રીવ કિલ્લાથી લતા મંગેશકર ચોક સુધી રોડ શો કરીને ભાજપ તરફી વોટિંગ માટે માહોલ બનાવવાનો પ્રયાસ કરશે.