શોધખોળ કરો
Advertisement
PM આજે ફરી અમદાવાદના આંગણે, આવતી કાલે નરેન્દ્ર મોદી કઈ જગ્યાએ કરશે વોટિંગ, જાણો વિગત
આજે સાંજે 8 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરી અમદાવાદમાં આવશે. નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. પીએમ મોદી 23 એપ્રિલે સવારે 8 વાગે નિશાન વિદ્યાલય રાણીપ ખાતે મતદાન કરશે.
અમદાવાદ: આજે સાંજે 8 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરી અમદાવાદમાં આવશે. નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. પીએમ મોદી 23 એપ્રિલે સવારે 8 વાગે નિશાન વિદ્યાલય રાણીપ ખાતે મતદાન કરશે. મતદાન બાદ પીએમ મોદી એરપોર્ટ જવા રવાના થશે અને તેઓ અમદાવાદથી સીધા ઓરિસ્સા જવા રવાના થશે.
પીએમ મોદી આજે બપોરે 3 કલાકે મહારાષ્ટ્રમાં સભા સંબોધી વડોદરા પહોંચશે. તેઓ વડોદરાથી ઉદેયપુરમાં સભા સંબોધવા જશે. જ્યારે રાત્રે 8 કલાકે પીએમ મોદી ઉદેયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તેઓ રાત્રે 9 કલાકે ગાંધીનગર રાજભવન ખાતે પહોંચશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.
લોકસભાની ચૂંટણી પૂર્વ દેશભરમાં રેલીઓ સંબોધી રહેલા પીએમ નરેન્દ્ર મોદી આજે 2.45 વાગે મહારાષ્ટ્ર નંદુરબારથી હેલિકોપ્ટર દ્વારા વડોદરા એરપોર્ટ લેન્ડ કરશે ત્યાર બાદ રાજસ્થાનના ઉદયપુર જવા રવાના થશે. પીએમના આગમનના કારણે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
લોકસભાની ચૂંટણી માટે વિવિધ તબક્કામાં થનારા મતદાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં રેલીઓ સંબોધી રહ્યા છે. આજે તેઓ મહારાષ્ટ્રના નંદુરબારમાં ચૂંટણી પ્રચાર આટોપીને મોદી હેલિકોપ્ટર દ્વારા બપોરે 2.45 વાગે વડોદરા એરપોર્ટ ખાતે લેન્ડ કરશે અને ખાસ એરક્રાફ્ટમાં બેસીને રાજસ્થાન ઉદયપુર જવા માટે રવાના થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
મનોરંજન
Advertisement