(Source: ECI/ABP News/ABP Majha)
Election 2024: ફાટેલા જુના ચૂંટણી કાર્ડના બદલે બનાવો પ્લાસ્ટિક કાર્ડ, ખૂબ જ સરળ છે પ્રોસેસ
Voter ID: ઘણા લોકોના મતદાર આઈડી કાર્ડ ઘણા વર્ષો પહેલા બનાવવામાં આવ્યા હતા, તેથી તે હવે જૂના થઈ ગયા છે. જેથી તેને વહેલી તકે બદલી નાંખવા જોઈએ.
Voter Awareness: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને હવે મતદાનની તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પંચે કહ્યું કે કુલ સાત તબક્કામાં મતદાન થશે અને પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી મતદાન શરૂ થશે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે તમારું વોટર આઈડી કાર્ડ નથી, તો તરત જ બનાવી લો, જ્યારે મતદાર કાર્ડ વર્ષોથી ક્યાંક પડેલું હોય તો તેને શોધી લો. ઘણા લોકોના મતદાર આઈડી કાર્ડ ઘણા વર્ષો પહેલા બનાવવામાં આવ્યા હતા, તેથી તે હવે જૂના થઈ ગયા છે. એટલા માટે આજે અમે તમને નવું અને ચમકતું વોટર કાર્ડ કેવી રીતે બનાવવું તે વિશે જણાવી રહ્યા છીએ.
જૂના કાર્ડ બદલો
જે લોકો પાસે ઘણા વર્ષો જૂના મતદાર કાર્ડ છે, તેઓ તેને લેમિનેટેડ રાખો. આ લેમિનેશન પણ ખરાબ થવા લાગે છે, આવી સ્થિતિમાં તેને સુરક્ષિત રાખવું ખૂબ મુશ્કેલ બની જાય છે. જો તમારી પાસે પણ આવું મતદાર કાર્ડ છે, તો તમે તેના સ્થાને એક નવું પ્લાસ્ટિક કાર્ડ મંગાવી શકો છો, જેની પ્રક્રિયા એકદમ સરળ છે.
એકદમ સરળ છે આ પદ્ધતિ
તમારે નવા મતદાર આઈડી માટે ક્યાંય જવાની જરૂર નથી, તમારે ફક્ત તમારા મોબાઈલ ફોનના પ્લે સ્ટોરમાંથી વોટર હેલ્પલાઈન એપ ડાઉનલોડ કરવાની રહેશે, ધ્યાનમાં રાખો કે તે ફક્ત ચૂંટણી પંચની એપ હોવી જોઈએ. કારણ કે તમને અનેક પ્રકારની નકલી એપ્સ પણ જોવા મળશે.
- આ પછી તમારે તમારા મોબાઈલ નંબર સાથે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એપ ખોલ્યા પછી, તમને નીચે મતદાર નોંધણીનો વિકલ્પ દેખાશે.
- આ પછી, એન્ટ્રીઓના સુધારણા માટે એક વિકલ્પ દેખાશે, ત્યારબાદ તમારે રાજ્યનું નામ અને મતદાર ID નંબર દાખલ કરવો પડશે.
- તમારા વોટર આઈડી કાર્ડનો તમામ ડેટા તમારી સામે હશે, આ પછી જો તમે કોઈ સુધારો કરવા માંગતા હોવ તો તમે તે પણ અહીંથી કરી શકો છો.
- નવું કાર્ડ મેળવવા માટે, તમારે ફક્ત મોબાઈલ નંબર દાખલ કરવો પડશે અને ઈસ્યુ ઓફ રિપ્લેસમેન્ટ વિધઆઉટ કરેકશન પર ક્લિક કરવું પડશે.
- તમને અહીં બદલવાનું કારણ પણ પૂછવામાં આવશે, જો તમે ખોવાઈઈ ગયાનો વિકલ્પ પસંદ કરો છો તો તમારે એફઆઈઆરની નકલ જોડવી પડશે, તેથી બીજા વિકલ્પ પર ક્લિક કરો.
- આ પછી તમે સબમિટ બટન પર ક્લિક કરો અને આ પછી તમને એક મેસેજ મળશે જેમાં તમે તમારું કાર્ડ ટ્રેક કરી શકો છો.
જો તમારા પરિવારમાં કોઈની પાસે ફાટેલું જૂનું મતદાર કાર્ડ હોય, તો તેને આ પદ્ધતિ જણાવો, તમારી અરજીના થોડા દિવસોમાં, પ્લાસ્ટિકનું નવું મતદાર કાર્ડ તમારા ઘરે પહોંચી જશે. જેને તમે સરળતાથી ગમે ત્યાં રાખી શકો છો.