આલોકનાથે વિનતા સાથે પોતાની મિત્રતા વિશે કહ્યું, એક સમયે તે મારી સારી મિત્ર હતી. આજે તેણે જ ખૂબ મોટી વાત કહી દિધી. આ મહિલાને એક રીતે મે જ બનાવી હતી. આલોકનાથે અંતમાં કહ્યું, આજની દુનિયા કંઈક એવી છે કે માત્ર મહિલાઓની જડ વાત માનવામાં આવશે. એવામાં મારી કંઈ પણ કહેવું ખોટું હશે.
2/6
જ્યારે આલોકનાથને એબીપી ન્યૂઝે પુછ્યું કે શું તમને નથી લાગતું કે આવા ગંભીર આરોપ બાદ તમારે પોતાની વાત રાખવી જોઈએ નહી તો તમારા કરિયર અને લોકોની નજરમાં તેમની છબીને નુકશાન થઈ શકે છે, તો આલોકનાથે કહ્યું, મારે લોકો સાથે શું લેવા-દેવા? આપણી આત્મા સાફ હોવી જોઈએ. લોકો તો છબી ખરાબ કરવા માટે કંઈ પણ બોલશે. મારી ઈમેજની વાત છોડો. જે વાત કરવામાં આવી છે તે પાયાવિહોણી છે.
3/6
નંદાએ આગળ જણાવ્યું કે તે દારૂના નશામાં જ સેટ પર આવતો MeTooઅને શોની લીડ એક્ટ્રેસ સાથે ખરાબ વર્તન કરતો. આની ફરિયાદ મારી પાસે આવી પછી અમે તેને કહ્યું હતું કે આવું ફરી ન થવું જોઇએ પરંતુ તેની આવી હરકતો રોકાઇ નહી. એક્ટ્રેસે તેને એકવાર થપ્પડ પણ મારી દીધો હતો. જે પછી તે એક્ટરને શોમાંથી પણ કાઢી મુકવામાં આવ્યો હતો. આ શો દરમિયાન પીડિત લીડ એક્ટ્રેસ નવીનીત નિશાન હોય શકે છે.
4/6
નંદાએ પોતાની સાથે થયેલી જબરદસ્તી વર્ણવતા કહ્યું કે, 'આરોપી એક્ટરે નશાની હાલતમાં નિર્દયતાથી રેપ કર્યો. જે ઘટનાએ મને અંદરથી હચમચાવી નાંખી. જે પછીના ઘણાં વર્ષો ભારે વિત્યાં. મારે કામ માટે સંઘર્ષ કરવો પડ્યો.' તેમણે આગળ જણાવતા કહ્યું કે, દુખની વાત એ છે કે જે એક્ટર સવાલોના ઘેરામાં છે તેને અત્યારે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં સૌથી સંસ્કારીના રૂપમાં ઓળખાય છે.
5/6
દિગ્ગજ ટેલીવિઝન લેખિકા, નિર્દેશક અને નિર્માતા વિંટા નંદાએ ફેસબુક પર લાંબી પોસ્ટ લખીને જણાવ્યું છે કે આજની ટીવીના 'સંસ્કારી' એક્ટરે તેમની સાથે રેપ કર્યો અને શોની અન્ય એકટ્રેસ સાથે ખરાબ વ્યવહાર પણ કર્યો હતો. નંદાએ પોતાના ફેસબુક પોસ્ટમાં આ વ્યક્તિનું નામ નથી લખ્યું પરંતુ તેમણે પોસ્ટમાં ટીવીના 'સંસ્કારી' શબ્દનો ઉપયોગ કર્યો છે. એટલે સીધું જ નિશાન આલોકનાથ પર લાગે છે. સોશિયલ મીડિયામાં પણ લોકોએ તેને ઘેરવાનો શરૂ કરૂ દીધો છે.
6/6
મુંબઈ: હિંદી સિનેમા અને સીરિયલના એક સફળ કલાકાર અને સંસ્કારી વ્યક્તિની છબી ધરાવતા આલોકનાથ પર રેપનો આરોપ લાગ્યો છે. આ આરોપ 80 અને 90ના દશકમાં ટેલીવિઝનની જાણીતી લેખિકા, નિર્માતા, નિર્દેશક વિનતા નંદાએ લગાવ્યો છે. જે 1993થી 1997 સુધી ટીવી પર આવતી લોકપ્રિય સીરિયલ તારાની લેખિકા હતી. આ સીરિયલમાં આલોકનાથે લીડ એક્ટર તરીકે કામ કર્યું હતું.