શોધખોળ કરો
આ એક્ટરે ઈકોનોમી ક્લાસમાં કરી હવાઈ યાત્રા તો Video થયો વાયરલ
બોલિવૂડ એક્ટર આમિર ખાને ઈકોનોમી ક્લાસમાં હવાઈ યાત્રા કરી, તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
![આ એક્ટરે ઈકોનોમી ક્લાસમાં કરી હવાઈ યાત્રા તો Video થયો વાયરલ aamir khan economy class viral video on social media આ એક્ટરે ઈકોનોમી ક્લાસમાં કરી હવાઈ યાત્રા તો Video થયો વાયરલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/24082221/1-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર આમિર ખાને ઈકોનોમી ક્લાસમાં હવાઈ યાત્રા કરી, તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોકે આમિર ખાન જેવા સુપરસ્ટાર પાસે બધા બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરવાની આશા રાખતા હોય છે, પરંતુ જ્યારે એક ડોમેસ્ટિક એરલાઈન્સના ઈકોનોમી ક્લાસમાં જોવા મળ્યા ત્યારે સોશિયલ મીડિયા પર તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
જોકે, એ સ્પષ્ટ નથી કે આમિર ખાન ક્યાં જઇ રહ્યો છે અને આ વીડિયો ક્યારનો છે. વીડિયો ફ્લાઇટમાં હાજર કોઇ વ્યક્તિએ બનાવ્યો છે અને આમિર ખાન વિન્ડો સીટ પર બેસેલો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આમિર ખાન પહેલાં અનિલ કપૂર સહિત ઘણા સ્ટાર્સ ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરી ચર્ચામાં રહી ચૂક્યાં છે. અનિલ કપૂર ગણપતિ ઉત્સવ દરમિયાન ટ્રાફિકથી બચવા માટે લોકલ ટ્રેનમાં સફર કરતો પણ નજરે પડી ચૂક્યો છે. ઉપરાંત એક વખત ટાઇગર શ્રોફ અને તેની બહેન કૃષ્ણા પણ લોકલ ટ્રેનમાં જોવા મળ્યાં હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)