આમિર ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હોમ કોરેન્ટાઈન થયા મિસ્ટર પરફેક્શનિસ્ટ
છેલ્લાં ઘણાં સમયથી અનેક સ્ટારના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. લોકડાઉન ખત્મ થયા બાદ લોકો કામ પર લાગી ગયા બાદ હવે ફરીથી કોરોના વાયરસનો પ્રકોપ વધવાનું જોખમ વધી ગયું છે. બોલિવૂડ સ્ટાર પણ પોતાના કામ પર લાગી ગયા છે. છેલ્લાં ઘણાં સમયથી અનેક સ્ટારના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે હવે બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
પોઝિટિવ આવ્યા બાદ આમિર ખાન હોમ કોરેન્ટાઈન થયા છે ને કોરોનાના તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે.
એબીપીને આમિર ખાનના પ્રવક્તાએ જણાવ્યું કે, “આમિર ખાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં પોતોના ઘરે જ હોમ કોરેન્ટાઈન છે અને તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે અને તેની તબીયતમાં સુધારો થઈ રહ્યો છે. જે કોઈપણ વ્યક્તિ હાલમાં તેમના સંપર્કમાં આવ્યા હોય તેને સાવચેતીના ભાગ રીતે પોતાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. તમારા બધાની ચિંતાઓ અને શુભેચ્છાઓ માટે આભાર.”
નોંધનીય છે કે, વિતેલા વર્ષે આમિર ખાનની સાથે કામ કરનાર 7 કર્મચારી પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાં કેટલાક તેમના સુરક્ષાકર્મી, ડ્રાઈવર અને ઘરમાં કામ કરનાર નોકર પણ સામેલ હતા.
હાલમાં જ રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી, કાર્તિક આર્યન, વરૂણ ધવન, નીતૂ સિંહ જેવા બોલિવૂડના સ્ટાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.
નોંધનીય છે કે, 14 માર્ચના રોજ આમિર ખાને પોતાનો 56મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને તેના એક દિવસા બાદ જ તેમણે સોશિયલ મીડિયા છોડવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં જ તેને ફઇલ્મ ‘કોઈ જાને ના’ના ગીત હર ફન મૌલામાં જોવા મળ્યા હતા. આ ગીતમાં તે અલી અવરામની સાથે ડાન્સ કરતાં જોવા મળ્યા હતા.
આ ઉપરતાં આમિર ખાન ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. આ ફિલ્મ 25 ડિસેમ્બર 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ વિતેલા વર્ષે ક્રિસમસ પર જ રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે તારીખ આગળ વધારવામાં આવી હતી.