હકિકતમાં ઘણા ન્યૂઝ પોર્ટલ પર હોલીડે પરથી પાછા આવેલા અભિષેક-ઐશ્વર્યા વચ્ચેના સંબંધમાં ખટાશ હોવાની વાત ચલાવી રહ્યા હતા. જે કારણે અભિષેક તેમના પર ખૂબ નારાજ હતો, અને ટ્વીટ કરીને મીડિયાને જવાબદારી સાથે પોતાનું કામ કરવા માટે કહ્યું હતું.
2/4
અભિષેકે તરજ યુઝરને જવાબ આપતા લખ્યું કે, કારણ કે સર, મારી પાસે બીજા બિઝનેસ છે, જે એક્ટિંગ ઉપરાંત છે અને હું ફિલ્મો પ્રોડ્યૂસ કરું છું. આ બિઝનેસમાં સ્પોર્ટ્સ પણ એક છે.
3/4
જોકે હવે અભિષેક યુઝરના એક સવાલથી નારાજ થઈ ગયો છે. એક યુઝરે તેને પૂછ્યું કે, પાછલા ત્રણ વર્ષથી તે કામ નથી કરી રહ્યો, વેકેશન માટે પૈસા ક્યાંથી આવ્યા?
4/4
નવી દિલ્હીઃ અભિષેક બચ્ચન એક વખત ફરી સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ સાથે બાખડી પડ્યો છે. તે હાલમાં જ પોતાની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરીની સાથે વેકેશન પર ગયો હતો. તેના આ પ્રવાસને લઈને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.