‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવ દિરદો રોડ ભંયકર અકસ્માતમાં ઇજાગ્રસ્ત, માથામાં થઇ છે ગંભીર ઇજા
'બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે' ગીતથી સોશિયલ મીડિયા પર ઘર-ઘર ફેમસ થયેલા સહદેવ દીર્દો વિશે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
'બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે' ગીતથી સોશિયલ મીડિયા પર ઘર-ઘર ફેમસ થયેલા સહદેવ દીર્દો વિશે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 'બચપન કા પ્યાર' ફેમ સહદેવ રોડ અકસ્માતનો ભોગ બન્યા છે. તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. આ અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઘાયલ સહદેવને એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવી રહ્યો છે.
આ સમાચારથી સહદેવના તમામ ચાહકો ખૂબ જ દુઃખી છે. આ વીડિયોમાં સહદેવને એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવી રહ્યો છે અને તે બેભાન હાલતમાં પડેલો જોવા મળી રહ્યો છે. સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ છે, ફેન્સ તેની રિકવરી માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે.
છત્તીસગઢના સીએમએ આશ્વાસન આપ્યું છે કે, સહદેવનો વ્યવસ્થિ ઇલાજ કરવામાં આવશે. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલના આશ્વાસન બાદ સહદેવ દેરડોને જગદલપુરની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો છે. સહદેવની હાલત હાલ સ્થિર છે.
કોમેડિયન મુસ્તાક મર્ચન્ટનું નિધન
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત કોમેડિયન મુસ્તાક મર્ચન્ટનું નિધન થયું છે. મુસ્તાક મર્ચન્ટે હોલી ફેમિલી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઈન્ડસ્ટ્રીના જાણીતા કોમેડિયન મુશ્તાક મર્ચન્ટે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. મુસ્તાક મર્ચન્ટે હોલી ફેમિલી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોમેડિયન 67 વર્ષના હતા અને તેઓ લાંબા સમયથી ડાયાબિટીસથી પીડિત હતા.
કઇ સફળ ફિલ્મમાં કર્યુ કામ
મુશ્તાક મર્ચન્ટે ઘણી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ તેમના સમયમાં ફિલ્મોમાં કોમેડી માટે જાણીતા હતા અને આ જ કારણથી ચાહકો તેમને ખૂબ પસંદ કરતા હતા. મુશ્તાકે 'હાથ કી સફાઈ', 'જવાની દીવાની', 'સીતા ઔર ગીતા', 'સાગર' સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. બહુ ઓછા લોકો જાણે છે કે કોમેડિયન મુશ્તાક મર્ચન્ટે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની શાનદાર ફિલ્મ 'શોલે'માં પણ કામ કર્યું હતું. ફિલ્મમાં મુશ્તાકનો ડબલ રોલ હતો. પ્રથમ વખત તે દાઢીવાળા એન્જિન ડ્રાઈવર તરીકે દેખાયો અને બીજી વખત પારસી વ્યક્તિ તરીકે દેખાયો જેની બાઇક જય અને વીરુ ચોરી કરે હતી.