તેણે કોમેડી નાઇટ વિથ કપિલ, કરમ અપના અપના, કહાની હમારે ભારત કી અને રહે તેરા આશીર્વાદ જેવાં ટીવી શોમાં પણ કામ કર્યુ છે.
2/4
એઝાઝ આ પહેલા પણ વિવાદમાં ફસાઇ ચુક્યો છે.આ પહેલા વર્ષ 2016માં તે હેરસ્ટાઇલિસ્ટને અશ્લિલ ફોટા અને મેસેજ મોકલવાનાં ચક્કરમાં ફસાઇ હતો. તે સમયે પણ તેની ધરપકડ થઇ હતી. બાદમાં તેને 10 હજાર રૂપિયાનાં બોન્ડ પર જામીન મળ્યા હતાં.
3/4
એઝાઝ ખાને 'રક્ત ચરિત્ર', 'નાયક' અને 'યા રબ' જેવી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યુ છે. જોકે તેને ખરી ઓળખ 'બિગબોસ-7'થી મળી હતી
4/4
મુંબઈઃ બોલીવુડ એક્ટર એઝાઝ ખાનની બેલાપુરની એક હોટલમાંથી એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા ગત રાતે ધરપકડ કરવામાં આવી હતી. દેશમાં પ્રતિબંધિત ડ્રગ્સ રાખવા મુદ્દે તેની ધરપકડ કરાઈ હતી. તેની પાસેથી બે મોબાઇલ ફોન અને 8 ટેબલેટ મળી આવી હતી. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આજે જ તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે.