શોધખોળ કરો
Advertisement
સાઉથના આ સ્ટાર એક્ટરની વેનિટિ વેનનો અકસ્માત, માંડ માંડ બચી એક્ટરની ટીમ
આ વેનિટી વેન અલ્લુની આગામી ફિલ્મ ‘પુષ્પા’ના સેટ પરથી પરત ફરી રહી હતી. ત્યારે અકસ્માત નડ્યો હતો .
નવી દિલ્હી: તેલુગુ સ્ટાર અલ્લુ અર્જુનની વેનિટી વેન ફાલ્કનને અકસ્માત નડ્યો હતો. અકસ્માત દરમિયાન વેનમાં અલ્લુ અર્જુનની મેકઅપ ટીમ સવાર હતી. આ વેનિટી વેન અલ્લુની આગામી ફિલ્મ ‘પુષ્પા’ના સેટ પરથી પરત ફરી રહી હતી. ફિલ્મનો સેટ આંધ્ર પ્રદેશના રામપછોડાવરમમાં લગાવવામાં આવ્યો છે. જો કે, આ અકસ્માતમ કોઈ જાનહાનિ નથી થઈ. સ્થાનિક પોલીસે દુર્ઘટનાની ફરિયાદ નોંધી લીધી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની રિપોર્ટ અનુસાર, વેનના ડ્રાઈવરે જ્યારે અચાનક બ્રેક માર્યો હતો ત્યારે પાછળ આવતા વાહને તેને ટક્કર મારી દીધી હતી. જો કે, આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. રિપોર્ટ અનુસાર અલ્લુ અર્જુન ફિલ્મનું શૂટિંગ પૂરુ કરી રાજમુંદ્રીથી ફ્લાઈટમાં ટ્રાવેલિંગ કરી રહ્યાં હતા.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ફાલ્કન એક્સીડેન્ટના સમાચાર મળતા જ સ્થાનિક લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને કેટલાક લોકો તો અલ્લુ અર્જુનના લોગોને જોઈને સેલ્ફી લેવા લાગ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અલ્લુ અર્જુનની આ વેનિટિ વેન ખૂબજ ખાસ અને લગ્ઝરિયસ છે. તેને વર્ષ 2019માં ખરીદી હતી. વેનિટી વેનને ‘ફાલ્કન’ નામ આપ્યું હતું. તેની કિંમત સાત કરોડ રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
દેશ
દેશ
Advertisement