Jeremy Renner: હોલિવુડની 'એવેન્જર્સ : એન્ડગેમ'ના અભિનેતાનો ગંભીર અકસ્માત, હાલત નાજુક
હોલીવુડની લોકપ્રિય ફિલ્મ ફ્રેન્ચાઇઝી એવેન્જર્સમાં સુપરહીરો બનેલા જેરેમીનો અકસ્માત થયો હતો. જેરેમી ધ એવેન્જર્સમાં હોકીની ભૂમિકા ભજવે છે.
Jeremy Renner Health Update: હોલીવુડના પ્રખ્યાત એવેન્જર્સ એક્ટર જેરેમી રેનર અકસ્માતનો શિકાર બન્યો છે. બરફ સાફ કરતી વખતે અભિનેતાનો અકસ્માત થયો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં જેરેમીની હાલત નાજુક હોવાનુંના અહેવાલ સામે આવ્યા છે.
માર્વેલ અભિનેતાનો અકસ્માત
હોલીવુડની લોકપ્રિય ફિલ્મ ફ્રેન્ચાઇઝી એવેન્જર્સમાં સુપરહીરો બનેલા જેરેમીનો અકસ્માત થયો હતો. જેરેમી ધ એવેન્જર્સમાં હોકીની ભૂમિકા ભજવે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ખતરનાક દુર્ઘટના સમયે જેરેમી નેવાડામાં હતો, જ્યાં તે બરફ હટાવી રહ્યો હતો. એટલે કે થીજી ગયેલા બરફને દૂર કરવો. બરફ સાફ કરતી વખતે જેરેમીને એક ભયાનક અકસ્માત થયો હતો.
અહેવાલ અનુસાર, જેરેમીને ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ છે. તે ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. જેરેમી પોતાના ઘરની નજીક આવેલા રોઝ-સ્કી પર્વત પર નવા વર્ષની ઉજવણી કરવા ગયો હતો. અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે, 31મી ડિસેમ્બરની રાત્રે તે વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ હતી. એ સમગ્ર વિસ્તારમાં લગભગ 35 હજાર મકાનો છે. ભારે હિમવર્ષાના કારણે આખો દિવસ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
હૉસ્પિટલમાં એરલિફ્ટ
જેરેમી આ થીજી ગયેલા બરફને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અકસ્માત કેવી રીતે થયો તેની સંપૂર્ણ વિગતો હજુ મળી નથી. પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે, જેરેમીની હાલત નાજુક છે. તેની સારવાર કરવામાં આવી રહી છે. રસ્તાઓ પર જામી ગયેલા બરફને કારણે જેરેમીને એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો.
જેરેમીના પ્રવક્તાએ કહ્યું હતું કે, અભિનેતાનો પરિવાર તેની સાથે છે. જેરેમીની ધ્યાન રાખવામાં આવી રહી છે. તેની હાલત નાજુક છે, પરંતુ તે સ્થિર છે. તેને ઘણી ગંભીર ઈજાઓ થઈ છે. ખરાબ હવામાનને કારણે જેરેમીને ખૂબ જ ગંભીર અકસ્માત થયો છે.
51 વર્ષના જેરેમી રેનરને હોલીવુડના શ્રેષ્ઠ અને પ્રતિભાશાળી અભિનેતાઓમાંનો એક ગણવામાં આવે છે. 2010માં 'ધ હર્ટ લોકર' માટે તેને બેસ્ટ એક્ટર ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો. જ્યારે આગામી વર્ષે 'ધ ટાઉન' માટે સહાયક અભિનેતા માટે ઓસ્કાર નોમિનેશન પણ મળ્યું હતું. તે માર્વેલ સિરીઝ માટે પણ ઘરે-ઘરે જાણીતો બન્યો હતો. જેરેમીના અકસ્માત અને ગંભીર સ્થિતિને લઈ તેના કરોડો ફેન્સ ચિંતિત બન્યા છે. ચાહકોદ્વારા જેરેમીની રિકવરી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.