શોધખોળ કરો
Advertisement
આ હોલિવૂડ કલાકારે વ્યક્ત કરી ‘તારક મેહતા કા ઉલ્ટા....’માં કામ કરવાની ઈચ્છા, આસિત મોદીએ આપ્યો આ જવાબ....
વીડિયોમાં તે ગુજરાતી ભૂમિકા ‘લેડિસ ભાઈ’ના અંદાજમાં જોવા મળી રહ્યો હતો. કાલ પેને વીડિયો શેર કરતાં લખ્યું, “લેડીઝ ભાઈને મળો. એક જૂનું ગુજરાતી પાત્ર. પચરંગી શર્ટમાં.”
નવી દિલ્હીઃ મૂળ ગુજરાતી અને હોલિવૂડના નેતા કલ પેન (Kal Penn)એ ટ્વિટર પર ભારતીય કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમેરિકામાં જન્મેલ ગુજરાતી કલ પન (Kal Penn)એ ટ્વિટર પર એક વીડિયો શેર કરતાં આ ઇચ્છા વ્યક્ત કરી છે.
વીડિયોમાં તે ગુજરાતી ભૂમિકા ‘લેડિસ ભાઈ’ના અંદાજમાં જોવા મળી રહ્યો હતો. કાલ પેને વીડિયો શેર કરતાં લખ્યું, “લેડીઝ ભાઈને મળો. એક જૂનું ગુજરાતી પાત્ર. પચરંગી શર્ટમાં.” જણાવી દઈએ કે, કાલ પેન અમેરિકન એક્ટર, કોમેડિયન, પ્રોડ્યુસર છે. કાલ પેન ટીવી શો ‘હાઉસ’માં લૉરંસ કુટનરનું પાત્ર ભજવીને જાણીતો થયો. આ સિવાય ‘હેરાલ્ડ એન્ડ કુમાર’ ફિલ્મમાં કુમાર પટેલનું તેનું પાત્ર યાદગાર રહ્યું.Meet Ladies Bhai: an old, ridiculous Gujarati sketch character with a great shirt. pic.twitter.com/3KxT9joqUq
— Kal Penn (@kalpenn) April 29, 2019
કાલ પેને શેર કરેલા વીડિયો પર ઘણા ફેન્સે તેને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરવાની સલાહ આપી. ત્યારે એક પ્રશંસકને જવાબ આપતા કાલ પેને લખ્યું, “તમે મજાક કરી રહ્યા છો પરંતુ આ મારું લક્ષ્ય રહ્યું છે.”You joke but this has legit been a goal. ???? Cc: @TMKOC_NTF https://t.co/dKwQblLryG
— Kal Penn (@kalpenn) April 30, 2019
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર આસિત મોદી પણ પેનના વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘હવે સમય પાકી ગયો છે કે કાલ પેન અમારા શોમાં આવે. બોલિવુડના ઘણા સેલિબ્રેટિઝ શોમાં આવી ચૂક્યા છે. હવે કાલ પેન જેવા ઈન્ટરનેશનલ સ્ટાર આવશે તો શાનદાર રહેશે. કાલ પેનની કોમિક ટાઈમિંગ કમાલની છે. અમે તેની ઈચ્છાને હકીકતમાં બદલવાનો પ્રયાસ કરીશું.’ આસિત કુમાર મોદીએ ટ્વિટ કરીને લખ્યું, “કલ્પેનભાઈ શો વિશે તમારા મોંઢે સાંભળીને સારું લાગ્યું. ગોકુલધામ સોસાયટીમાં જેઠાલાલની બાજુવાળો ફ્લેટ ખાલી છે. તમારું સ્વાગત છે. સાથે જ તમારા મિત્ર હેરાલ્ડને પણ લઈને આવજો.” જણાવી દઈએ કે, મૂળ ગુજરાતી અમેરિકન એક્ટરનું અસલી નામ કલ્પેન સુરેશ મોદી છે.Kalpen bhai! Great to hear from you, I already have an empty flat beside Jethalal’s in Gokuldham so you’re always welcome... In case, tame tamara mitra Harold ne laavo toh ‘Harold and Kumar’s Pravaas to Gokuldham’ toh huj produce karis!
— Asit Kumarr Modi (@AsitKumarrModi) April 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement