શોધખોળ કરો
આ દિગ્ગજ અભિનેતા થયા કોરોના વાયરસથી સંક્રમિત, છેલ્લા 10 દિવસથી છે ક્વોરન્ટાઈન
દેશભરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની વચ્ચે એક્ટર કિરણ કુમાર પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

મુંબઈ: હિંદી, ગુજરાતી તથા ભોજપુરી ફિલ્મોના જાણીતા દિગ્ગજ અભિનેતા કિરણ કુમાર પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. કિરણ કુમારે એબીપી ન્યૂઝ સાથે વાત કરતા ખુદ કોરોના પોઝિટિવ હોવાની વાત કહી હતી. કિરણ કુમારે કહ્યું કે, “મુંબઈની એક હોસ્પિટલમાં મારી એક નાનકડી મેડકીલ સારવાર થવાની હતી, જેના કારણે મારા અનેક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કોવિડ-19 ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો અને 14 મેના રોજ જાણ થઈ કે મને કોરોના થયો છે. ” એબીપી ન્યૂઝ સાથે વાત દરમિયાન કિરણ કુમારે જણાવ્યું કે, “મને કોરોના વાયરસનો કોઈ પણ લક્ષણ નહોતો, શરદી, ખાંસી, તાવ કે અને અન્ય પ્રકારના કોઈ લક્ષણ અનુભવાયા નથી. એસિમ્ટમેટિક હોવાન કારણે મને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી અને હાલમાં હું સેલ્ફ આઈસોલેશનમાં પોતાના બે માળના ઘરમાં આરામથી રહું છું. ”
વધુ વાંચો





















