શોધખોળ કરો
Advertisement
ચીનના વિરોધમાં આ એકટરે TikTok છોડવાની કરી જાહેરાત, જાણો વિગતે
આ પહેલા સોનમ વાંગચુકે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો, જેમાં તેઓએ ભારતીય નાગરિકોને TikTok અને ચીની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.
મુંબઈ: ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદની લહેર ભારતમાં ચીનની પ્રોડક્ટ પર દેખાઈ રહી છે. એક્ટર અને મૉડલ મિલિંદ સોમને શુક્રવારે રાતે જાહેરાત કરી છે કે, તેમણે ચીની એપ TikTokને છોડવાનો નિર્ણય લીધો છે. તેમણે ટ્વિટર પર આ અંગે જાણકારી આપી હતી.
આ પહેલા એન્જીનિયરથી શિક્ષણવિદ બનેલા સોનમ વાંગચુકે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો, જેમાં તેઓએ ભારતીય નાગરિકોને TikTok અને ચીની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સોનમ વાંગચુ એ વ્યક્તિ છે જે આમિર ખાનની ફિલ્મ 3 ઈડિયટ્સ માટે પ્રેરણારૂપ બન્યા હતા.
વીડિયો સામે આવ્યા બાદ અભિનેતા મિલિંદ સોમને પણ ટ્વિટર પર એલાન કર્યું કે, હવે તેઓ પણ ચીન એપ TikTok પર નહીં જોવા મળે. તેમણે લખ્યું કે, “હું હવે ટિક ટૉક પર નથી.” સાથે તેમણે બોયકોટ ચીની પ્રોડક્ટનું હેશટેગ પણ લખ્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement