56 વર્ષના એક્ટરે 25 વર્ષ બાદ કર્યુ કમબેક, ફિટનેસ અને નવો લૂક જોઇને ફેન્સ પણ ચોંક્યા, જાણો શેમાં દેખાશે...........
મિલિંદ સોમન તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં આ ગીત વિશે વાત કરતા કહ્યું કે 25 વર્ષ બાદ મ્યૂઝિક વીડિયોમાં કામ કરવુ મારા માટે સુપર ફનથી બિલકુલ પણ ઓછુ ન હતુ.
Milind Soman Comeback After 25 Years: 90 ના દાયકાના બાળકો મિલિંદ સોમન (Milind Soman) પર જબરદસ્ત ક્રશ કરતા હતા, હજુ પણ તે દાયકાના લોકોમાં મિલિંદ સોમન (Milind Soman)ને લઇને જબરદસ્ત દિવાનગી જોવા મળી રહી છે. હવે મિલિંદ સોમનના ફેન્સ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા, 25 વર્ષ બાદ મિલિંદ સોમને (Milind Soman) ફરીથી વાપસી કરી છે. આ દરમિયાન એક્ટર પોતાના લૂક અને ફિટનેસ, સ્ટાઇલથી મહિલાઓને દિવાના કરી દેશે. એક સમયે છોકરીઓમાં મિલિંદ સોમનનો જબરદસ્ત ક્રેઝ જોવા મળતો હતો.
તાજેતરમાં જ રિલીઝ થયેલા મ્યૂઝિક વીડિયોમાં મિલિંદ સોમને (Milind Soman) ખુદને એકદમ શાનદાર રીતે રજૂ કર્યો છે. આ ગીતમાં અકાસા (Akasa) અને આસ્થા ગિલ (Aastha Gill)ના અવાજનો જાદુ જોવા મળી રહ્યો છે. આ એક પાર્ટી સૉન્ગ છે, જેના પર રેપર રફ્તાર (Raftaar) પણ પોતાનો જુદા બિખેરી રહ્યો છે.
લોકોએ આને હૉટેસ્ટ પાર્ટી એન્થમ ઓફ ધ ઇયર સુધી કહેવાનુ શરૂ કરી દીધુ છે. મિલિંદ સોમનના (Milind Soman) આ સૉન્ગને જોયા બાદ ફેન્સ સોશ્યલ મીડિયા પર જાતજાતના રિએક્શન્સ આપી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું- 56ની ઉંમરમાં પણ મિલિંદ સોમન (Milind Soman) ના જે એક્સ્પ્રેશન, તે કોઇપણ પૉપ્યૂલર એક્ટ્રેસને ફેઇલ કરી શકે છે. બીજા એક યૂઝરે લખ્યું- મેડ ઇન્ડિયાથી લઇને અત્યાર સુધી મિલિંદ સોમનને જોઇને મારા રૂવાંડા ઉભા થઇ જાય છે.
મિલિંદ સોમન તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં આ ગીત વિશે વાત કરતા કહ્યું કે 25 વર્ષ બાદ મ્યૂઝિક વીડિયોમાં કામ કરવુ મારા માટે સુપર ફનથી બિલકુલ પણ ઓછુ ન હતુ.
તેમને કહ્યું કે જ્યારે મે શૃંગાર વિશે સાંભળ્યુ તો મને બહુજ સારુ લાગ્યુ. હું આ ટ્રેકનો ભાગ બનવા માંગુ છુ, આ ટ્રેકમાં એક શાનદાર વાઇબ હતો, અને હું ટેલેન્ટેડ અકાસા (Akasa), આસ્થા (Aastha) અને રફ્તાર સાથે કામ કરવા માટે સુપર એક્સાઇટેડ હતો. જેને આ સૉન્ગને વધુ સુંદર બનાવી દીધુ. એ કહેવુ બિલકુલ પણ ખોટુ નથી કે શૃંગાર (Shringaar) આ વર્ષનુ પાર્ટી એન્થમ છે. આ સૉન્ગને માત્ર મે જ નહીં પરંતુ મારી પત્ની અને મારી માં પણ ખુબ પસંદ કર્યુ છે.
આ પણ વાંચો........
Health: મખાના ખાવાથી થાય છે અનેક ફાયદા, જાણી તમે પણ ચોંકી જશો
India Corona Cases Today: દેશમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ
રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: વરસાદી પાણીમાં ન્હાવા પડેલા બે સગા ભાઈઓના મોત, પરિવારમાં શોકનો માહોલ