જણાવી દઈએ કે, વજુભાઈ ભાજપના સભ્ય અને ગુજરાત કેબિનેટમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ RSS સાથે પણ જોડાયેલા હતા. ઉદયનો ઈશારો પણ એ જ વાત તરફ હતો કે, આવી સ્થિતિમાં બધા જાણે છે કે, શું થવાનું છે.
2/5
નવી દિલ્હીઃ કર્ણાટક ચૂંટણીના પરિણામપર મંગળવારે બધાની નજર હતી. બધા લોકો ટીવી ચેનલો પર પરિણામ પર નજર રાખી રહ્યા હતા. સાંજ પડતા પડતા ભાજપ 104 સીટની સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી જોતે સરકાર ભાજપની જ બનશે તેના પર સસ્પેન્સ છે. કારણ કે કોંગ્રેસ અને જેડીએસ મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાની વાત સામે આવી છે.
3/5
જોકે, આ ટ્વીટ બાદ ઉદયને ટ્રોલ કરવામાં આવ્યો. કોઈ તેને કાયદો સમજાવવા લાગ્યું તો કોઈએ કહ્યું કે, બોલિવૂડના લોકોએ પૉલિટિક્સ વિશે કંઈ ન બોલવું જોઈએ. ઘણા લોકોએ કૉમેન્ટ્સમાં ઉદય માટે મીમ્સ પણ પોસ્ટ કર્યા.
4/5
અસલમાં, ઉદય ચોપરાનો ઈશારો કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના થનારા નિર્ણય અંગે હતો. વજુભાઈ પોતાના વિવેકથી બંને પાર્ટીઓ, ભાજપ અથવા કોંગ્રેસ-જેડીએસમાંથી કોઈ એકને સરકાર બનાવવા માટે નિમંત્રણ આપશે.
5/5
ચારેબાજુ ચર્ચા હતી કે સરકાર કોની બનશે. એવામાં એક્ટર ઉદય ચોપરાએ પણ આ અંગે સોશિયલ મીડિયા પર ભાજપની સરકાર બનવા અંગે ઈશારો કરતી એક ટ્વીટ કરી. તેણે ટ્વીટમાં લખ્યું કે, ‘મેં થોડી વાર પહેલા જ કર્ણાટકના રાજ્યપાલ વિશે ગૂગલ પર સર્ચ કર્યું. તેઓ ભાજપ અને RSS સાથે જોડાયેલા છે. મને લાગે છે કે, આપણે બધા જાણીએ છીએ કે, શું થવાનું છે?’