શોધખોળ કરો
Advertisement
બોલિવૂડ સેલેબ્સ પર ભડકી એક્ટ્રેસ ગૌહર ખાન, બ્લેક લાઇવ્સ મેટર કરે છે તો, શું ખેડૂતોની જિંદગીનું મહત્વ નથી?
દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે સેલેબ્સના પણ બે જૂથ પડી ગયા છે. એક જુથ સતત ખેડૂતોનું સમર્થન કરે છે. તો અન્ય જુથ આંદોલનનો વિરોધ કરી રહ્યું છે. તો આ મુદ્દે ગૌહર ખાને શું કર્યું ટવિટ?
ખેડૂત આંદોલન મુદ્દે અમેરીકી પોપ સ્ટારના ટવિટ પર ભડકી ગૌહર ખાન. તેમણે કહ્યું કે, આ સેલેબ્સ માટે બ્લેક લાઇવ મહત્વની છે તો શું ખેડૂતોની જિંદગી મેટર નથી કરતી?. ટવિટર પર વોરની શરૂઆત કંગનાથી થઇ હતી. કંગનાએ ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાનના સમર્થનનો દાવો કર્યો હતો ત્યારબાદ અમેરિકી પોપ સ્ટાર રિહાનાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટવિટ કરતા તમામ બોલિવૂડ સેલેબ્સનો એક સૂર થઇ ગયો હતો.
અક્ષય કુમાર. અજય દેવગણ, સુનિલ શેટ્ટી સહિતના સેલેબ્સે દેશની એક્તા પર હુમલો ગણાવ્યો તેમજ બહારના લોકોને દેશની સમસ્યામાં દખલ ન દેવાની સલાહ આપી.
ગૌહરખાને શું લખ્યું?
બોલિવૂડ સેલેબ્સના આ ટવિટથી બિગ બોસ ફેમ અને એકટ્રેસ ગૌહર ખાન ભડકી અને તેમણે ટવિટ દ્વારા જણાવ્યું કે, “ બ્લેક લાઇવ મેટર ઓહ ભારતીય મેટર નથી કરતા, જો કે મોટા ભાગના ભારતીય સેલિબ્રિટીએ સપોર્ટમાં ટવિટ કર્યું. કેમકે દરેકની જિંદગી મેટર કરે છે.... પરંતુ ભારતીય ખેડૂત????? શું તેનો જીવન નિર્વાહ મેટર નથી કરતો”આ ટવિટ દ્રારા ગૌહરે એ સેલેબ્સ પર નિશાન સાધ્યું છે. જેમણે અમેરિકામાં થયેલી જોર્જ ફર્લોયડની હત્યા મુદ્દે ટવિટ કર્યું પરંતુ ભારતીય ખેડૂતની સમસ્યા મુદ્દે મૌન છે.
વિવેકબુદ્ધિથી હિરોને પસંદ કરો સિદ્રાર્થે આ મુદે એક ટવિટ કર્યું છે. જેને ગૌહરે રિટવિટ કર્યું હતું. એકટર સિદ્ધાર્થે ટવિટમાં લખ્યું છે કે, “આપ ફેવરિટ હીરોને થોડી વિવેકબુદ્ધિ વાપરીને પસંદ કરો. આપનું શિક્ષણ, સહાનુભૂતિ, પ્રમાણિકતા થોડી મજબૂતી આપનો દિવસ બચાવી શકે છે”#blacklivesmatter ..... oh that was not an Indian matter , but mostly every Indian celebrity tweeted in support . Because obviously All lives should matter ..... but Indian farmers ????? Doesn’t their livelihood matter ?????
— Gauahar Khan (@GAUAHAR_KHAN) February 4, 2021
Choose your heroes wisely or watch them fall from grace. Education, empathy, honesty and a little spine could have saved the day. Alas.
— Siddharth (@Actor_Siddharth) February 4, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion