શોધખોળ કરો
Inside Pic: કૈટરિના કૈફે કઈ જગ્યાએ મનાવ્યો પોતાનો બર્થ-ડે? કરિનાએ ખાસ અંદાજમાં કર્યું વિશ
અભિનેત્રી કૈટરિના કૈફે હાલમાં જ પોતાનો 37મી જન્મદિવસ ઉજવ્યો હતો. કોરોના વાયરસને લીધે તેનો આ જન્મદિવસ ઘરમાં જ મનાવ્યો હતો

અભિનેત્રી કૈટરિના કૈફે હાલમાં જ પોતાનો 37મી જન્મદિવસ ઉજવ્યો હતો. કોરોના વાયરસને લીધે તેનો આ જન્મદિવસ ઘરમાં જ મનાવ્યો હતો. કૈટરિના કૈફે પોતાનો બર્થ-ડે સેલિબ્રેશનની ખાસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે પોતાના ઘરે જન્મદિવસ મનાવતી જોવા મળી હતી. કૈટરિના કૈફે એક તસવીરો શેર કરી હતી જેમાં તે કેક કાપતી જોવા મળી હતી. આમાં કૈટરિના બેસેલી જોવા મળી હતી અને તેની સામે ખૂબ સુંદર ત્રણ કેક મુકી હતી. તેને શેર કરતાં કૈટરિના કૈફે લખ્યું હતું કે, કેક અને ઘર તમારી શુભેચ્છાઓ માટે આભાર.
કૈટરિના કૈફે જન્મદિવસ પર બોલિવૂડ સેલેબ્સે તેને શુભેચ્છા પાઠવી હતી. આ અવસર પર ખાસ કરીને કરિના કપૂરની આ પોસ્ટ વધારે પસંત આવીય રણબીર કપૂરની બહેર કરિના કપૂર ખાને કૈટરિના કૈફની તસવીર શેર કરીને જન્મદિવસથી શુભેચ્છા પાઠવી હતી. તેણે લખ્યું હતું કે, હેપ્પી બર્થ-ડે કૈટ, બહુ સારી શુભેચ્છા અને પ્રેમ હંમેશા તમારા માટે, તમે આ રીતે ચમકતાં રહો.
આ ઉપરાંત અફેરની ચર્ચાઓની વચ્ચે વિક્કી કૌશલના જન્મદિવસની શુભેચ્છા પણ ચર્ચામાં રહી હતી. વિક્કી દ્વારા ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીરો પોસ્ટ કરી હતી જેમાં કૈટરિના ટેરેસ પર હસતી જોવા મળી હતી. આની સાથે વિક્કીએ લખ્યું હતું કે, હેપ્પી બર્થ-ડે કૈટરિના.
વધુ વાંચો




















