શોધખોળ કરો
અભિનેત્રી મલાઈકા અરોરાએ ડાયટનો વીડિયો કર્યો શેર? જાણો મલાઈકા આ રીતે રહે છે ફિટ
મલાઈકાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે પોતાના ફિટનેસને લઈને પોતાના રહસ્યો ખોલ્યા છે. આ વીડિયો તે પોતાના ડાયટ અંગે જણાવે છે.
![અભિનેત્રી મલાઈકા અરોરાએ ડાયટનો વીડિયો કર્યો શેર? જાણો મલાઈકા આ રીતે રહે છે ફિટ Actress Malaika Arora took to Instagram and shared a healthy recipe અભિનેત્રી મલાઈકા અરોરાએ ડાયટનો વીડિયો કર્યો શેર? જાણો મલાઈકા આ રીતે રહે છે ફિટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/13110011/Malaika-Arora.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયામાં શેર કરેલા ફિટનેસ વીડિયો અને તસવીરો ઉપરાંત પણ મલાઈકા તેની લવ લાઈફને લઈને પણ બહુ જ ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા પોતાને કેવી રીતે ફિટ રાખે તેનું રહસ્ય જાણવા દરેક વ્યક્તિ તત્પર હોય છે. ત્યારે મલાઈકાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે પોતાના ફિટનેસને લઈને પોતાના રહસ્યો ખોલ્યા છે. આ વીડિયો તે પોતાના ડાયટ અંગે જણાવે છે.
મલાઈકાનો આ ડાયટ વીડિયોને ચાહકોએ બહુ જ પસંદ કર્યો હતો. તેણે જુકીની નૂડલ્સની સાથે રેડ પેપર સોસની આખી રેસિપી શેર કરી છે. હકિકતમાં #whatsinyourdabba અંતર્ગત ટ્વિન્કલ ખન્નાએ નોમિનેટ કરી છે. મલાઈકાએ હવે શિલ્પા શેટ્ટી, સોફી ચૌધરી અને અર્જુન કપૂરને #whatsinyourdabbaમાં તેમની હેલ્ધી રેસિપી જણાવવા માટે નોમિનેટ કર્યાં છે.
આ વીડિયોને અત્યાર સુધી 2.3 લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. મહત્વનું છે કે, પોતાની ફિટનેસને કારણે બોલીવૂડમાં જાણીતી મલાઈકા હંમેશા ચાહકોને ફિટનેસ માટે પ્રેરિત કરે છે. જિમમાં એક્સરસાઈઝની સાથે મલાઈકા યોગા પણ કરે છે.
ઉલ્લેખયનીય છે કે, થોડા સમય પહેલા જ મલાઈકા અરોરા બ્લેક આઉટફિટમાં ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી હતી. મલાઈકાએ કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા. મલાઈકાના ફેન્સ પણ તેની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)