શોધખોળ કરો
Advertisement
બોલીવુડની હોટ એક્ટ્રેસને મળી રેપની ધમકી, સાઉથના સુપરસ્ટારને નહીં ઓળખતી હોવાનો કરેલો દાવો, જાણો વિગત
મીરા ચોપડાએ ટ્રોલર્સના ટ્વિટના સ્ક્રીનશોટ તેના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યા અને જૂનિયર એનટીઆરનું ધ્યાન પર દોર્યું.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ મીરા ચોપડાને રેપની ધમકી મળી રહી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, એક્ટ્રેસે ટ્વિટર ફેન્સ સાથે સવાલ-જવાબ સેશન રાખ્યું હતું. આ દરમિયાન એક ફેને તેને જૂનિયર એનટીઆર અંગે સવાલ પૂછ્યો હતો. મીરાએ જવાબમાં કહ્યું કે, હું જૂનિયર એનટીઆરને ઓળખતી નથી. હું તેની ફેન નથી.
આ વાત પર જૂનિયર એનટીઆરના પ્રશંસકો નારાજ થઈ ગયા અને તેને ગાળ આપવા લાગ્યા એટલું જ નહીં એક્ટ્રેસને રેપની પણ ધમકી આપી દીધી. કેટલાક જૂનિયર એનટીઆર ફેન્સે એક્ટ્રેસના માતા-પિતાને કોરોનાથી મરશે તેમ પણ કહ્યું, જ્યારે અમુકે મીરાને પોર્ન સ્ટાર પણ ગણાવી.
મીરા ચોપડાએ ટ્રોલર્સના ટ્વિટના સ્ક્રીનશોટ તેના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યા અને જૂનિયર એનટીઆરનું ધ્યાન પર દોર્યું. તેણે એક્ટરને ટેગ કરીને લખ્યું,મને ખબર નહોતી કે મને બિચ કે પોર્ન સ્ટાર કહેવાશે. માત્ર એક વાત છે કે હું તમારા કરતા મહેશ બાબુને વધારે પસંદ કરું છું અને તમારા ફેન્સ મારા વિશે આવી વાત બોલી રહ્યા છે. શું તમે આવી ફેન ફોલોઇંગ હોવાથી ખુદને સફળ સમજો છો ? મને આશા છે કે તમે મારા ટ્વિટની અવગણના નહીં કરો.
@tarak9999 i didnt kno that ill be called a bitch, whore and a pornstar, just bcoz i like @urstrulyMahesh more then you. And your fans will send my parents such wishes. Do u feel successful with such a fan following? And i hope u dont ignore my tweet!! https://t.co/dsoRg0awQl
— meera chopra (@MeerraChopra) June 2, 2020
તેણે આગળ લખ્યું, કોઈના ફેન હોવું ગુનો છે તે મને ખબર નહોતી. હું છોકરીઓને કહેવા માંગુ છું કે જો તમે જૂનિયર એનટીઆરના ફેન નથી તો તમારા પર રેપ થઈ શકે છે, હત્યા થઈ શકે છે, ગેંગ રેપ અને તમારા માતા-પિતાની હત્યા થઈ શકે છે. તેમના ફેન્સના ટ્વિટ મુજબ, તેઓ તમારા આઈડલના નામને ખરાબ કરી રહ્યા છે. આ અંગે મીરા ચોપડાએ હૈદરાબાદ પોલીસમાં ફરિયાદ પણ કરી છે.Well i didnt know not being somebodys fan was a crime.. i want to say this loud to all the girls that if you are not a fan of @tarak9999 , u could be raped, murdered, gangraped, ur parents could be killed as tweeted by his fans. They r totally spoiling the name of their idol.
— meera chopra (@MeerraChopra) June 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement