શોધખોળ કરો
ડ્રગ્સ મામલે આ જાણીતી એક્ટ્રેસના ઘર પર રેડથી ખળભળાટ, ક્રાઈમ બ્રાન્ચે લીધી તલાશી
ઘર પર સીસીબી દ્વારા રેડ બાદ સમન્સ આપ્યાના કલાકો બાદ રાગિની એજન્સીની ઓફિસે પહોંચી હતી.
નવી દિલ્હીઃ કર્ણાટક સેન્ટ્રલ ક્રાઈબ બ્રાન્ચ (સીસીબી)એ શહેરના ઉત્તર ભાગમાં આવેલ કન્નડ એક્ટ્રેસ રાગિની દ્વિવેદીના ઘર પર રેડ પાડી હતી. કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ કેસ સાથે કથિત રીતે એક્ટ્રેસના તાર જોડાયેલ હોવાની તપાસ કરવાના ભાગરૂપે આ રેડ પાડવામાં આવી હતી. પોલીસે શુક્રવારે આ વાતની જાણકારી આપી હતી.
સીસીબીના એસપી કે. પી. ગૌતમે અહીં આઈઈએનએસને જણાવ્યું કે, “રાગિનીની અટયાકત કરવામાં નથી આવી પરંતુ અમારી ઓફિસમાં કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ડ્રગ્સ કેસમાં કથિત રીતે તેના તાર જોડાયેલ હોવા વિશે પૂછપરછ કરવામાં આવી છે અને સાથે જ એ પણ જાણકારી લેવામાં આવી કે શું તે પણ ડ્રગ્સનું સેવન કરે છે કે નહીં.”
ઘર પર સીસીબી દ્વારા રેડ બાદ સમન્સ આપ્યાના કલાકો બાદ રાગિની એજન્સીની ઓફિસે પહોંચી હતી. બેંગલુરુ એસડી સંદીપ પાટિલે અહીં પત્રકારોને જણાવ્યું કે, “કોર્ટથી સર્ચ વોરન્ટ લઈને એક મહિલા ઇન્સપેક્ટર સહિત સીસીબીના 7 અધિકારી રાગિનીના સમગ્ર એપાર્ટમેન્ટની તલાશી લીધી જેથી ઘરમાં પ્રતિબંધ કરવામાં આવેલ ડ્રગ્સના કોઈ પુરાવા મળી જાય.”
ગૌતમે આગળ જણાવ્યું “ગુરુવારે અમારી તપાસ ટીમની સામે હાજર થવામાં નિષ્ફળ રહેવાના કારણએ રાગિની અમારી બીજી નોટિસ આપ્યા બાદ ઓફિસ પહોંચી. પૂછપરછ હાલમાં ચાલુ છે.”
સવારથી આ તપાસ ચાલુ છે. જોકે પાટિલે એ નથી જણાવ્યું કે, શું તેના ઘરેથી ટીમને કોઈ ગેરકાયેદસર વસ્તુ હાથ લાગી છે કે નહીં. તપાસ દરમિયાન ટીમને બધા રૂપ, કિચન સહિત દરેક વસ્તુની ઝીણવટથી તપાસ કરી હતી.
પાટિલે કહ્યું, “તલાશી લેવાની પ્રક્રિયા પૂરી થયા બાદ જ તેના પર જાણકારી આપવામાં આવશે. સાથે જ તેમણે એ વાતની પણ પુષ્ટી કરી કે 30 વર્ષીય એક્ટ્રેસ તપાસ દરમિયાન ઘરમાં હાજર હતી. ગુરુવારે સાંજે કથિત રીતે ડ્રગ્સના સપ્લાઈ કરવાના આરોપમાં અટકાયત કરવામાં આવેલ રાગિનીના મિત્ર રવિ શંકરે જાણકારી આપ્યા બાદ ટીમે એક્ટ્રેસને ત્યાં રેડ પાડી.
પાટિલે કહ્યું, અમે તેના ફ્લેટમાંથી ચાર મોબાઇલ ફોન અને એક લેપટોપ જપ્ત કર્યું છે.” પાટિલે ગુરુવારે સાજે કહ્યું, “શહેરની પોલીસને સ્થાનીક કોર્ટ તરફથી પૂછપરછ માટે શંકરને પાંચ દિવસ પોલીસ કસ્ટડીમાં રાખવાની મંજૂરી મળી ગઈ છે જેથી એ જાણી શકાય કે પ્રતિબંધિત ડ્રગ્સની સપ્લાઈ તે કોને કોને કરતો હતો.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement