મુંબઈ: સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઓને ઘણીવાર પોતાની તસ્વીરો, ફેશન સ્ટાઈલ કે કોઈને સમર્થન કરવાને લઈને ટ્રોલર્સનો સામનો કરવો પડતો હોય છે. એવામાં સોશિયલ મીડિયા પર ખૂબજ એક્ટિવ રહેતી બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે ટ્વિટર પરથી બ્રેક લેવાની જાહેરાત કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટ્વિટર પર ટ્રોલર્સના ટ્રોલ કરવાના કારણે સોનમે આ નિર્ણય લીધો છે.
2/5
થોડા સમય પહેલાજ પૂર્વ એઆઈબી કોમેડિયન ઉત્સવ ચક્રવર્તી પર જાતિય સતામણીનો આરોપ લાગ્યો હતો. જેના બાદ એઆઈબી એ એક નિવેદન જારી કર્યું હતું. એઆઈબીના નિવેદનને સોનમ કપૂરે સમર્થન કર્યું હતું, જેના બાદ તેને ટ્રોલ કરવામાં આવી હતી.
3/5
ત્યાર બાદ સોનમે મુંબઈમાં વધતા પ્રદૂષણને લઈને ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. જેના બાદ પણ તેને ટ્રોલ કરવામાં આવી હતી અને એક ટ્રોલરે લખ્યું કે, ‘તમારા જેવા લોકોના કારણે આવું થાય છે. તમે લોકો સાર્વજનિક પરિવહન કે ઓછું ઇંધણ ખર્ચ કરે તેવી ગાડીઓનો ઉપયોગ નથી કરતા. તમારા ઘરોમાં લગાવેલી 10-20 એસી પણ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. પહેલા તમે પ્રદુષણ નિયંત્રણ કરો.’
4/5
સોનમ કપૂરે શનિવારે ટ્વિટ કર્યું કે, “હું થોડા સમય માટે ટ્વિટરથી દૂર થઈ રહી છું, આ ખૂબજ નકારાત્મક છે, સૌને શાંતિ અને પ્રેમ.”થોડા દિવસ પહેલા સોનમે નાના પાટેકર અને તનુશ્રી દત્તા વિવાદમાં તનુશ્રીનું સમર્થન કર્યું હતું. જેના બાદ સોશિયલ મીડિયા પર આ વાતને લઈને ઘણો વિવાદ થયો હતો.
5/5
તેના જવાબ સોનમે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તમારા જેવા લોકોના કારણે મહિલાઓને સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરવા માટે મુશ્કેલી થાય છે. કારણ કે તેમને છેડતીનો ડર લાગતો હોય છે.