![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ફિલ્મના જાણીતા ડાયરેક્ટરે રામ નવમી પર સુપરસ્ટાર એક્ટરનો રામના સ્વરૂપમાં ફોટો કર્યો શેર, જાણો કેમ
રામ નવમીના પ્રસંગે ફિલ્મ ડાયેરેક્ટર ઓમ રાઉત ફિલ્મ આદિપુરુષ સાથે જોડાયેલો પ્રભાસનો ફર્સ્ટ લુક કે પોસ્ટર શેર કરી શકે છે.
![ફિલ્મના જાણીતા ડાયરેક્ટરે રામ નવમી પર સુપરસ્ટાર એક્ટરનો રામના સ્વરૂપમાં ફોટો કર્યો શેર, જાણો કેમ adipurush film director ram navami shares superstar prabhas starrer film fan poster video ફિલ્મના જાણીતા ડાયરેક્ટરે રામ નવમી પર સુપરસ્ટાર એક્ટરનો રામના સ્વરૂપમાં ફોટો કર્યો શેર, જાણો કેમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/28/534b8aae61798342165bf2b0409bb045_0.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશભરમાં આજે રામ નવમીનો તહેવાર મનાવાઇ રહ્યો છે. હિન્દુ ધર્મમાં આ તહેવારને લોકો પવિત્ર માને છે કેમ કે ભગવાન શ્રીરામનો આજે જન્મ થયો હતો, હવે આ તહેવારને ખાસ બનાવવા માટે ફિલ્મોના જાણીતા ડાયેરેક્ટરે એક ટ્વીટ કરીને ખાસ ફોટો શેર કર્યો છે, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ખરેખરમાં, સાઉથ ફિલ્મોના સુપરસ્ટરા એક્ટર પ્રભાસ પોતાની અપકમિંગ ફિલ્મને લઇને ચર્ચામાં છે ત્યારે તેના ડાયરેક્ટરે ફિલ્મ 'આદિપુરૂષ'નો વીડિયો ટ્વીટ કર્યો છે. કેમ કે એક્ટર પ્રભાસ આદિપુરુષમાં ફિલ્મમાં ભગવાન રામનુ પાત્ર નિભાવી રહ્યો છે. આ તસવીરો માત્ર પ્રભાસના ફેન્સને આકર્ષવા માટે અને ફિલ્મનુ પ્રમૉશન કરવા માટે ડાયરેક્ટરે શેર કરી છે.
રામ નવમીના પ્રસંગે ફિલ્મ ડાયેરેક્ટર ઓમ રાઉત ફિલ્મ આદિપુરુષ સાથે જોડાયેલો પ્રભાસનો ફર્સ્ટ લુક કે પોસ્ટર શેર કરી શકે છે. હવે ઓમ રાઉતે રામ નવમી પર ફિલ્મ સાથે જોડાયેલો એક ખાસ વીડિયો શેર કર્યો છે. ઓમ રાઉત સોશ્યલ મીડિયા દ્વારા ફેન્સને વારંવાર ફિલ્મ આદિપુરૂષ સાથે જોડાયેલી જાણકારીઓ શેર કરતા રહે છે.
આ વીડિયોમાં પ્રભાસના ફેન્સ તરફથી બનાવવામાં આવેલી ફિલ્મ સાથે જોડાયેલા તેમના અલગ-અલગ લુક જોવા મળી રહ્યો છે. આ વીડિયોની શરૂઆતમાં ઓમ રાઉતએ ફેન્સને રામ નવમીની શુભકામનાઓ આપી છે. આ સાથે જ વીડિયોમાં લખ્યુ છે કે ફેન્સ તરફથી બનાવવામાં આવેલી ફિલ્મ આદિપુરુષના પોસ્ટર્સ.
આ વીડિયોને શેર કરતા ઓમ રાઉતએ ટ્વીટમાં લખ્યુ, ઉફનતા વીરતા કા સાગર, છલકતી વાત્સલ્ય કી ગાગર. જન્મ હુઆ પ્રભુ શ્રી રામ કા, ઝૂમે નાચે હર જન ઘર નગર. સોશ્યલ મીડિયા પર ઓમ રાઉતની આ ટ્વીટ અને ફેન્સ તરફથી બનાવવામાં આવેલા પોસ્ટરનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
उफनता वीरता का सागर,
— Om Raut (@omraut) April 10, 2022
छलकती वात्सल्य की गागर।
जन्म हुआ प्रभु श्रीराम का,
झूमें नाचे हर जन घर नगर।।
Celebrating the victory of good over evil✨#ramnavmi #adipurush pic.twitter.com/Xbl1kOgZ7z
આ પણ વાંચો..........
10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, ખરીદી માટે છે શુભ અવસર
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? તો તમને થઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો
Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)