તહેરાનઃ ઈરાનમાં સરકારની માલિકીની ટીવી ચેનલ આઈરીબ પર હોલીવુડના સુપરસ્ટાર જેકી ચાનની સેક્સ ક્લિપ ભૂલથી ચાલી ગઈ હતી. ઈરાનના કિશ ટાપુ પર આ પ્રસારણ બતાવાતાં ભારે હોબાળો થયો હતો. આ ભૂલના પગલે આઈરીબના બોસ તથા અન્ય કેટલાક કર્મચારીઓને ઘરભેગા કરી દેવાયા છે.
2/3
આ અંગે આઈરીબનાં ટીવી પ્રેઝન્ટરે એવી મજાક કરી હતી કે, આઈરીબ ટીવી પર એવું લખાયું હોત કે જેકી ચાન જેની સાથે સેક્સ માણે છે એ પ્રોસ્ટિટ્યુટ બનતી એક્ટ્રેસને પરણેલો છે તો વિવાદ ના થયો હોત. ગયા સપ્તાહે ઈરાનમાં હાથમાં હાથ નાંખીને ફરતાં કપલ બતાવાયાં ત્યારે તે પતિ-પત્નિ છે તેવી કેપ્શન લખાઈ હતી.
3/3
જેકી ચાન પોતાની એક ફિલ્મમાં પ્રોસ્ટિટ્યુટ સાથે સેક્સ માણે છે તેવો સીન આવે છે. આઈરીબ ટીવી પર આ સીન બતાવી દેવાયો હતો. ઈરાનમાં સ્ત્રી અને પુરૂષોના હાથ મિલાવવા પર પણ પ્રતિબંધ છે. કોઈ સ્ત્રી અને પુરૂષ હાથ મિલાવે તો એ પણ ગુનો ગણાય છે ત્યારે આવો સીન ચાલી જતાં હોબાળો થયો હતો.