200 કરોડ મની લોન્ડ્રિંગના મામલે નોરા બાદ હવે આ એક્ટ્રેસની ED કરશે પૂછપરછ
નોરા ફતેહી અને જેકલીન ફર્નાડીઝની તિહાડ જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર દ્વારા કરવામાં આવેલી 200 કરોડની રૂપિયાની છેતરપિંડી અને મની લોડ્રિંગ હેઠળ પૂછપરછ કરવામાં આવી રહી છે.
![200 કરોડ મની લોન્ડ્રિંગના મામલે નોરા બાદ હવે આ એક્ટ્રેસની ED કરશે પૂછપરછ After nora fatehi ed summons Jacqueline Fernandez in money laundering case 200 કરોડ મની લોન્ડ્રિંગના મામલે નોરા બાદ હવે આ એક્ટ્રેસની ED કરશે પૂછપરછ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/15/3b8ba4ccf490b6cad50802afebe81128_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇ:બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી બાદ આજે ED ફેમસ હિરોઇન જેકલીન ફર્નાડીઝની પૂછપરછ કરશે. હાલ આ બંને અભિનેત્રીની મની લોન્ડ્રિગ એક્ટ હેઠળ પૂછપરછ કરવામાં કરશે. બંનેની ઇડી પહેલા પણ પૂછપરછ કરી ચૂક્યું છે. બંનેને તિહાડ જેલમાંથી કરવામાં આવેલ 200 કરોડની ઉચાપત કરવામાં આવી રહી છે. નોરાની ર્ઇડી લગભગ 7 કલાક પૂછપરછ કરશે.
નોરાએ મીડિયાના સવાલનો ન હતો આપ્યો જવાબ
ફિલ્મી જગતની બે ફેમસ હસ્તી નોરા ફતેહી અને જેકલીન ફર્નાડીઝ બંનેએ તેમના અંદાજથી ફિલ્મી દુનિયામાં તેમનું નામ કાયમ કર્યું છે. ગુરૂવારે નોરા ફતેહી કાળો ડ્રેસ પહેરીને દિલ્લીમાં ઇડી ઓફિસ પહોંચી હતી. નોરાએ ખુદને સમન કરવા માટે મીડિયા સમક્ષ કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું.
ઇર્ડીના રિમાન્ડ પર છે સુકેશ ચંદ્રશેકર અને તેની પત્ની
નોરા ફતેહી અને જેકલીન ફર્નાડીઝની તિહાડ જેલની અંદર બંધ સુકેશ ચંદ્રશેખર દ્વારા કરવામાં આવેલ 200 કરોડ રૂપિયાની ઉચાપત અને મની લોન્ડ્રીગ કેસ હેઠળ પૂછપરછ કરવામાં આવી રહી છે. સુકેશ ચંદ્રશેખર અને તેની પત્ની લીના બંને હાલમાં ઇડીના રિમાન્ડ પર છે.
ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર, જેકલીન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહી બંનેની અગાઉ પૂછપરછ કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં તેઓ સુકેશ કેસમાં તેમની વિરુદ્ધ સાક્ષી હોવાની અપેક્ષા રાખવામાં આવી શકે છે.ED ના સૂત્રોનું કહેવું છે કે બંનેના નિવેદન પૂર્ણ થયા બાદ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો
Petrol Diesel Price Hike: આજે ફરી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો કેટલો થયો વધારો
Ahmedabad : શિવરંજની BRTS રૂટમાં મોડી રાતે કારનો અકસ્માત, ગરબા રમી પરત ફરતી વખતે અકસ્માતની આશંકા
200 કરોડ મની લોન્ડ્રિંગના મામલે નોરા બાદ હવે આ એક્ટ્રેસની ED કરશે પૂછપરછ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)