શોધખોળ કરો
Advertisement
PM મોદી બાદ હવે ‘મેન વર્સેસ વાઈલ્ડ’માં જોવા મળશે આ ભારતીય સુપરસ્ટાર, શરૂ કર્યું શૂટિંગ
સુપરસ્ટાર રજનીકાંતે પોતાની ફિલ્મો અને પોતાના અંદાજથી કરોડો લોકોના દિલમાં સ્થાન બનાવ્યું છે.
નવી દિલ્હીઃ પીએમ મોદીની જેમ જ સુપરસ્ટાર રજનીકાંત પણ હવે બેયર ગ્રિલ્સના એડવેન્ચર શો મેન વર્સેસ વાઈલ્ડમાં જોવા મળશે. આ ખાસ એપિસોડ માટે રજનીકાંત સોમવારે ચેન્નઈના મૈસૂર માટે રવાના થયા. તમને જણાવીએ કે, રજનીકાંતની સાથે મેન વર્સેસ વાઈલ્ડનો આ શો કર્ણાટકના બંદીપુરમાં શૂટ થવાનો છે.
સુપરસ્ટાર રજનીકાંતે પોતાની ફિલ્મો અને પોતાના અંદાજથી કરોડો લોકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગથી સૌને હેરાન કરનાર રજનીકાંત ટૂંકમાં જ એડવેન્ચરની દુનિયામાં પણ ઝંપલાવવા જઈ રહ્યા છે. રજનીકાંતે બેયર ગ્રિલ્સની સાથે પોતાની આ ડોક્યુમેન્ટ્રીનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.
આ પહેલા પીએમ મોદી પણ બેયર ગ્રિલ્સની સાથે મેન વર્સેસ વાઈલ્ડનું શૂટિંગ ઉત્તરાખંડના જિમ કોર્બેટ પાર્કમાં કર્યું હતું. તેમાં કોઈ મત નથી કે સુપરસ્ટાર રજનીકાંતની ફેન ફોલોઇંગ વધારે છે. તેમની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવે છે. એવામાં તેના ફેન્સ હવે તેમને આ એડવેન્ચરસ શો મેન વર્સેસ વાઈલ્ડ માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. હાલમાં જ રજનીકાંતની ‘દરબાર’ મૂવી પણ રિલીજ થઈ હતી જેને લઈને તેના ફેન્સમાં ક્રેઝ જોવા મળી રહ્યો હતો.
કર્ણાટક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ આ અહેવાલને કન્ફર્મ કર્યા છે અને સાથે જ કહ્યું કે, આગામી બે દિવસ સુધી રજનીકાંત અહીં ચાર અલગ અલગ લોકેશન્સ પર શૂટિંગ કરશે. જોકે તેમને ત્રણ દિવસ માટે શૂટિંગની મંજૂરી આપવામાં આવી છે. બેયર ગ્રિલ્સની સાથે 18 ક્રૂ મેમ્બર્સ છે. આ મામલે શૂટ કરનાર કંપની અને કર્ણાટકા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની વચ્ચે એમઓયૂ સાઈન થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement