શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાની કલાકારોના વિરોધમાં અજય દેવગણ, કહ્યું- હું PAK કલાકારો સાથે કામ ના કરી શકું
મુંબઈ: ઉરી હુમલા બાદ સેનાએ સર્જીકલ સ્ટ્રાઈક કરતા ઘણી પાર્ટીના નેતાઓ પાકિસ્તાની કલાકારોને લઈને ભડક્યા હતા. રાજ ઠાકરેની પાર્ટી મનસે તેમને પાકિસ્તાન જવા માટેનું કહ્યું હતું, ત્યારબાદ બોલિવુડના ઘણા કલાકારો તેમના સમર્થનમાં પણ ઉતર્યા હતા, જેમાં સલમાન ખાન અને કરન જોહર પણ જોડાયા હતા. બોલિવુડના ઘણા કલાકારો સર્જીકલ સ્ટ્રાઈક પર થઈ રહેલી રાજનીતિને લઈને ખુલ્લેઆમ પોતાના નિવેદનો આપી રહ્યો છે, ત્યારે બોલીવુડના સિંઘમ અજય દેવગણનું નિવેદન સામે આવ્યુ છે.
એક હિંદી વેબસાઈટની જાણકારી મુજબ બોલીવુડ સ્ટાર અજય દેવગણ હાલમાં કોઈપણ પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવા નથી માંગતો. એક ઈંટરવ્યૂમાં અજયે કહ્યું જ્યારે દેશની સીમા પર ગોળીઓ ફુટે છે, ત્યારે આવા સમયમાં કોઈ મારી જાય તો પછી કઈ રીતે વાત-ચીત ચાલુ રાખી શકાય. અજય દેવગણે કહ્યું સરકાર કોઈ પણ હોઈ મારો જવાબ આજ રહેશે. આ પહેલા અભિનેતા નાના પાટેકરે પણ કહ્યું હતું કે દેશમાં સૈનિકો સૌથી પહેલા ત્યારબાદ સ્ટાર આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion