શોધખોળ કરો
આ એક્ટરે પત્નીનો નંબર ટ્વિટર કર્યો શેર, તો લોકોએ કહ્યું- ગુટખા ખાવાનું છોડી દો....
1/3

અજય દેવગને જે નંબર આપ્યો છે તે કોઈ સ્પેશ્યિલ ફોન નંબર જેવો લાગી રહ્યો છે. વોટ્સએપ પર આ નંબર કાજોલની તસવીર સાથે સેવ છે. આ નંબર પર કોલ કરવામાં આવ્યો તો કાજોલની અવાજમાં રેકોર્ડેડ મેસેજ મળ્યો, "હાય હું કાજોલ, હું તમારો કોલ રીસિવ કરી શકતી નથી. મહેરબાની કરીને ટેક્સ્ટ અથવા વોઈસ મેસેજ મોકલો, થેંક્સ." કાજોલની ટીમે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે, તેઓ પણ આ મામલે તપાસ કરી રહ્યાં છે કે ખરેખર શું થયું છે.
2/3

નવી દિલ્હીઃ એક્ટર અજય દેવગને પોતાની પ્તની કાજોલનો કોન્ટેક્ટ નંબર ટ્વિટર પર શેર કર્યા બાદ ટ્રોલ થઈ રહ્યો છે. ફેન્સ તેને ટ્રોલ કરતાં બોલિવૂડની અન્ય એક્ટ્રેસના મોબાઈલ નંબર પણ માગી રહ્યા છે. કેટલાક યૂઝર્સ તેને ગુટખા ન ખાવાની સલાહ પણ આપતા જોવા મળ્યા છે, કારણ કે અજય દેવગન ટીવી પર પાન મસાલાની એડ કરતો જોવા મળે છે. જ્યારે કેટલાક તેને આ ટ્વિટ ડિલીટ કરવાની સલાહ આપી રહ્યા છે.
Published at : 25 Sep 2018 07:42 AM (IST)
View More





















