દેશના જવાનોના નામ અજય દેવગણે સંભળાવી કવિતા, તો રડી પડ્યા અક્ષય કુમાર, જુઓ વીડિયો
અભિનેતા અજય દેવગણે કરગિલ વિજય દિન પર શહીદોને એક કવિતા પઠન કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જે સાંભળી અક્ષય કુમાર તેના આંસુ ન રોકી શકયા
બોલિવૂડ:અભિનેતા અજય દેવગણ તેમની ફિલ્મ “ભુજ ધ પ્રાઉડ ઓફ ઇન્ડિયા”ને લઇને આજકાલ ચર્ચામાં છે, આ ફિલ્મમાં તેમણે એરફોર્મ અધિકારીની ભૂમિકા અદા કરી છે. તેમણે એક કવિતા દ્રારા કરગિલ વિજય દિન પર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
I’m not very expressive when it comes to emotions in real life. But this got me in tears. @ajaydevgn, I didn’t know you have a brilliant poet in you. Kis Kis baat pe dil jeetoge yaar? pic.twitter.com/KofhbNizV7
— Akshay Kumar (@akshaykumar) July 27, 2021
અજયની કવિતા સાંભળીને ભાવુક થયા અક્ષય કુમાર
દેશના જાબાંઝ સિપાહીના નામે અજય દેવગણે કવિતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે શહીદ જવાનની ભાવનાને વ્યક્ત કરી રહ્યાં છે. આ વીડિયો જયારે અક્ષય કુમારે જોયો તો તેમના આંસુ તે ન હતા રોકી શક્યા. અક્ષયકુમારે આ વીડિયોને ટવિટ કરતા લખ્યું કે, ‘જ્યારે અસલ જિંદગીમાં ઇમોશન્સની વાત આવે છે તો હું અભિવ્યક્ત નથી કરી શકતો પરંતુ મારી આંખમાં આંસુ લાવી દીધા @અજય દેવગણ, મને ન હતી ખબર કે આપની અંદર એક કવિ પણ છે કઇ- કઇ વાતો પર દિલ જીતશો યાર” તેમણે આ સાથે હાર્ટ ઇમોજી પણ શેર કર્યું અન લખ્યું લવ યૂ સર..અભિનેતા અક્ષય કુમાર શહીદના આ અંતિમ ભાવને કવિતા રૂપે સાંભળીને રડી પડ્યાં અને અજય કુમારની શહીદોને શ્રદ્ધાજલિ આપવાની આ ભાવુક અનોખી રીતની પણ પ્રશંસા કરી અને તેમને ટવિટ કરીને અજય દેવગણના કામની પ્રશંસા કરી.
26 જુલાઇનો દિવસ કરગિલ વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે આપણે એ વીર જવાનોની શહાદતને યાદ કરીએ છીએ. જેમને મા ભૌમ ખાતર હસતાં-હસતાં પ્રાણની આહૂતિ આપી દીધી. આ ખાસ દિવસે અજય દેવગણે પણ શહીદોને એક કવિતા અર્પણ કરી. જેમાં શહીદોના અંતિમ ભાવને અભિવ્યક્ત કરવામાં આવ્યાં છે.
એક્ટર અજય દેવગણના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમની ફિલ્મ “ભુજ ધ પ્રાઉડ ઓફ ઇન્ડિયા” રીલિઝ માટે તૈયાર છે. વાયુસેનાના જાબાંઝ અધિકારી વિજય કાર્ણિક બન્યા છે. જેમને પાકિસ્તાન હુમલાના સમય 300 મહિલાની મદદથી એક એરબસ તૈયાર કરી હતી. તો બીજી તરફ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ બેલબોટલમાં રિલીઝ માટે તૈયાર છે. અક્ષય કુમારીની ફિલ્મ બેલબોટમ 15 ઓગસ્ટે રિલીઝ થશે શકે છે.