આલિયાએ વધુમાં કહ્યું કે, ‘ જ્યાં સુધી મારા બાથરૂમમાંઘૂસી નથી જતા ત્યાં સુધી ઠીક છે(જ્યાં સુધી તમે મારી પર્સનલ લાઈફમાં દખલ નથી કરતા ત્યાં સુધી બરાબર છે.) જો લોકો મારા વિશે વાતો નથી કરી રહ્યાં તો મારી લોકપ્રિયતા એટલી નથી. જો લોકો વાત કરી રહ્યા છે તો હું લોકપ્રિય છું, ખરેખર તો વ્યવસાયી રીતે અને અંગત જીવનમાં હું ખૂબજ ખુશ છું’આલિયા રણબીર સાથે ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કરી રહી છે.
2/5
મુંબઈ: અભિનેત્રી આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથેના સંબંધોને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. જ્યારે રણીવર સાથે લગ્નને લઈને પ્રથમ વાર મૌન તોડ્યું છે. આલિયાએ કહ્યું કે તે અફવાઓ પર ધ્યાન નથી આપતી અને તે ત્યાં સુધી ઠીક છે જ્યાં સુધી અંગત લાઈફમાં કોઈ દખલ ના કરે.
3/5
જ્યારે આલિયાને પૂછવામાં આવ્યુ કે, જેને તમે ડેટ કરી રહ્યા છે, તે વ્યક્તિ સાથે તેની સાથે સહ કલાકાર તરીકે કામ કરવાથી શું કામ પર અસર કે પ્રદર્શન પર ફર્ક પડે છે. ત્યારે આલિયાએ કહ્યું, મારુ માનવું છે કે જ્યારે તમે એક અભિનેતા છો, ત્યારે તમારું કામ અભિનય કરવાનું છે. તેથી જ્યારે તમે કેમેરા સામે આવો છો ત્યારે એ મહત્વનું નથી રહેતું કે તમે કોઈની સાથે ડેટ કરી રહ્યા છો કે નહીં.
4/5
સોમવારે મીડિયા સાથે વાત કરતા રણવીર સાથે આવતા વર્ષે લગ્ન કરવા અંગેના સવાલ પર આલિયાએ મૌન તોડતા કહ્યું કે, હું અફવાઓ પર કોઈજ ધ્યાન નથી આપી, અફવાઓ કંઈક બોલવા કે જવાબ આપવા માટે નથી હોતી.