તેણે આલોકનાથ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આલોકનાથ અંગે દબાયેલા અવાજમાં સૌને ખબર છે. તે શરાબ પીધા બાદ કંઈક અલગ જ બની જતા હતા. તેમણે મારી સાથે કંઈ કર્યુ તો નથી પરંતુ તેમની આંખો બધું જ કહી દે છે.
3/5
સોની રાજદાને એમ પણ કહ્યું કે, તે વ્યક્તિના પરિવાર મુશ્કેલીમાં ન મુકાય તે માટે હું આ ઘટના અંગે અત્યાર સુધી નહોતી બોલી. સાંભળવામાં આ વાત થોડી વિચિત્ર લાગી શકે છે પરંતુ તેના પરિવારમાં નાના-નાના બાળકો હતો. તે વ્યક્તિને ભૂલની સજા પરિવારને ભોગવવી પડી શકત. તે સમયે માહોલ એવો હતો કે આવી ઘટના સામે અવાજ ઉઠાવ્યા બાદ કોઈ તમને સમજી શકશે કે નહીં તેનો પણ પ્રશ્ન રહેતો હતો. તેથી મૌન ધારણ કરી લેવામાં આવતું હતું.
4/5
મુંબઈઃ બોલીવુડમાં જોરશોરથી ચાલી રહેલા મીટૂ અભિયાનમાં હવે વધુ એક જાણીતું નામ સામેલ થઈ ગયું છે. આલિયા ભટ્ટની માતા સોની રાજદાને તેની સાથે થયેલા યૌન શોષણ સામે અવાજ ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે, એક વ્યક્તિએ મારા પર રેપ કરવાની કોશિશ કરી હતી પરંતુ તે સમયે હું કંઈ બોલી શકી નહોતી.
5/5
સોની રાજદાને ધ ક્વિન્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મારી સાથે પણ આવી ઘટના બની હતી. હું શૂટ પર હતી અને એક વ્યક્તિએ મારા પર રેપ કરવાની કોશિશ કરી હતી, પરંતુ હું બચી ગઈ. જો આજે આવી ઘટના બની હોત તો મારું પગલું કંઈક અલગ જ હોત. હું તેને સાંખી ન લેત ને કદાચ આ અંગે ફરિયાદ પણ કરત.