શોધખોળ કરો
Advertisement
ટ્વિટર પર આલિયા ભટ્ટના ફોલોઅર્સ થયા 90 લાખને પાર
મુંબઈ: અભિનેત્રી આલિયા ભટ્ટના ટ્વિટર એકાંઉન્ટસ પર તેના ફોલોઅર્સની સંખ્યા 90 લાખને પાર કરી ગઈ છે. અભિનેત્રી હાલ ખૂબ જ ખુશ છે. આલિયાએ ટ્વિટ કરતા તમામ ફેન્સનો આભાર માન્યો હતો. આલિયાએ લખ્યું 90 લાખ લોકોનો પ્રેમ ખરેખર અદ્ભભુત કરે તેવો છે.
ફિલ્મકાર મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાજદાનની પુત્રી આલિયા ભટ્ટે બાળ કલાકાર તરીકે થ્રિલર ફિલ્મ ‘સંધર્ષ’ માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી, ત્યારબાદ કરન જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ થી સિધ્ધાર્થ મલ્હોત્રા અને વરૂણ ધવન સાથે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
આલિયા ‘હાઈવે’ , ‘હમ્પટી શર્મા કી દુલ્હનિયા’, ‘કપૂર એન્ડ સન્સ’ અને ‘ઉડતા પંજાબ’ જેવી ફિલ્મો કરી ચુકી છે. આલિયા ભટ્ટને સોશિયલ મીડિયા સાથે જોડાયેલ રહેવું પસંદ છે, ધણી વખત તે પોતાની જિંદગી સાથે જોડાયેલી વાતો પ્રશંસકો સાથે શેર પણ કરતી રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
મહેસાણા
Advertisement
gujarati.abplive.com
Opinion