શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના આ એક્ટરને મળ્યો પાકિસ્તાનીનો રોલ, આ કારણે છોડી દીધી ફિલ્મ!
અમિતાભ બચ્ચન હાલમાં ફિલ્મ ‘તેરા યાર હૂં મેં’નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને બંગાળી ભાષામાં રિલીઝ થશે.
મુંબઈઃ અમિતાભ બચ્ચન હાલમાં ફિલ્મ ‘તેરા યાર હૂં મેં’નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને બંગાળી ભાષામાં રિલીઝ થશે. આ ફિલ્મ બાદ અમિતાભ બચ્ચનને એક હોલિવૂડ ડાયરેક્ટરની ફિલ્મમાં પાકિસ્તાની વ્યક્તિની ભૂમિકા કરવાની યોજના હતી. અહેવાલ અનુસાર આ પ્રોજેક્ટ માટે અમિતાભ બચ્ચને ના પાડી દીધી છે. ભારત-પાકિસ્તાન બન્ને દેશ વચ્ચે બગડતા સંબંધોને કારણે તેમણે આ નિર્ણય કર્યો છે .
ડેક્કન ક્રોનિકલના અહેવાલ અનુસાર, અમિતાભ બચ્ચનને ઓસ્કર વિનર સાઉન્ડ ડિઝાઈનર રેસલ પોક્યૂટીએ એક ફિલ્મમાં પાકિસ્તાનીની ભૂમિકા માટે ઓફર કરી હતી. આ ફિલ્મ સાઉન્ડ ડિઝાઈનર રેસલ પોક્યૂટીની ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ ફિલ્મ છે. પહેલા આ ફિલ્મ માટે બિગ બીએ હા પાડી હતી પરંતુ તારીખ ન મળાને કારણે વાત આગળ ન વધી. અમિતાભના શેડ્યૂઅલ પ્રમાણે બ્રહ્માસ્ત્ર અને તેરા યાર હૂં મેં બન્ને ફિલ્મોના શૂટિંગ ખત્મ કર્યા બાદ ડેટ્સ છે. રસેલે અમિતાભની ડેટ્સની લાંબા સમય સુધી રાહ જોઈ. પરંતુ હવે અમિતાભ બચ્ચને ફાઈનલી ફિલ્મમાં કામ ન કરવાનું નક્કી કર્યું છે.
ફિલ્મ ન કરવા પાછળનું ભારત-પાકિસ્તાનની વચ્ચે બગડતા સંબંધોને કારણ ગણવામાં આવી રહ્યું છે. અહેવાલ અનુસાર આ કારણે અમિતાભ બચ્ચને ફિલ્મ ન કરવાનો નિર્ણય કર્યો છે. રસેલે અમિતાભ સાથે બે વર્ષ પહેલા ફિલ્મની સ્ક્રિપ્ટ પર વાતચીત કરી હતી. તેમને બન્ને દેશોની વચ્ચે શાંતિનો મેસેજ આપતી આ ફિલ્મ ખૂબ પસંદ પડી હતી. હાલમાં દેશના સંવેદનશીલ વાતાવરણને ધ્યાનમાં રાખતા અમિતાભને ફિલ્મ ન કરવાનું જ યોગ્ય લાગ્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion