શોધખોળ કરો
Advertisement
કરોડોની સંપત્તિનું શું કરશે અમિતાભ બચ્ચન ? KBCમાં કર્યો ખુલાસો
મહાનાયક અમિતાભ બચ્ચન પાસે કરોડોની પ્રૉપર્ટી છે. અમિતાભે પોતાની સંપત્તીને લઈને ‘કૌન બનેગા કરોડપતિ’ શૉમાં ખુલાસો કર્યો છે કે પોતાની પ્રૉપર્ટીનું શું કરશે.
મુંબઈ: બૉલિવૂડના મહાનાયક અમિતાબ બચ્ચન ફિલ્મોમાં એક્ટિંગની સાથે સાથે પોતાની સાદગીના કારણે પણ ચર્ચામાં રહે છે. અમિતાભ બચ્ચન પાસે કરોડોની પ્રૉપર્ટી છે. ત્યારે તેઓએ ‘કૌન બનેગા કરોડપતિ’ શૉમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે પોતાની પ્રૉપર્ટીનું શું કરશે.
અમિતાભ બચ્ચને કેબીસીમાં કહ્યું કે અનેક વખત મે કહ્યું છે અને આજે ફરી કહી રહ્યો છું કે જ્યારે હું મરી જઈશ તો જેટલું પણ અમારી પાસે હશે, જે પણ અમારી પાસે થોડું-ઘણું હશે તે અમારા બે સંતાન એક પુત્ર અને પુત્રીને અડધું અડધું આપી દઇશું. બન્ને બાળકોને બરાબરીનું મળશે.
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચ પોતાના બાળકોના ખૂબજ નજીક છે. ઘણીવાર તેઓ શ્વેતા અને અભિષેક સાથે પોતાની ખાસ સમય વિતાવતા હોય છે અને સોશિયલ મીડિયા પર તેની સતવીરો શેર કરતા રહે છે.
જયા બચ્ચને 2018માં રાજ્યસભા માટે સમાજવાદી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે એફિડેવિટમાં સંપત્તિની વિગતો પણ આપવામાં આવી હતી. સોગંદનામાં પ્રમાણે, તેઓની પાસે 460 કરોડ રૂપિયાથી વધુની સ્થાવર સંપત્તિ છે. બન્નેની અનેક દેશોના બેન્કોમાં અકાઉન્ટ છે. મુંબઈ અને દિલ્હીના શહેરી એરિયામાં અનેક બંગલા છે. આ સિવાય ફ્રાન્સમાં પણ પ્રૉપર્ટી પણ છે. તેમની પાસે નોઈડા, ભોપાલ, પૂણે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સંપત્તિ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement