શોધખોળ કરો
આ બોલિવૂડ સ્ટારનું Twitter એકાઉન્ટ થયું હેક, ભારત વિરોધી પોસ્ટ સાથે લખ્યું- ‘લવ પાકિસ્તાન’
સોમવારે મોડી રાત્રે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક થયાનું માલુમ પડતાં ચકચાર મચી છે. જે પ્રકારે છેડછાડ થઈ છે એ જોતાં હેકર્સ પાકિસ્તાન સમર્થક હોવાનું જણાય છે.
નવી દિલ્હીઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. હેકરોએ અમિતાભ બચ્ચનનું એકાઉન્ટ હેક કરી પાકિસ્તાનના પ્રધાનંત્રી ઇમરાન ખાનની તસવીર લગાવી દીધી છે. હેકરોએ અમિતાભ બચ્ચનનો બાયો પણ બદલ્યો છે અને તેમાં હવે લવ પાકિસ્તાન લખેલું જોવા મળી રહ્યું છે. જોકે તેમનું એકાઉન્ટ રિકવર કરી લેવામાં આવ્યું છે. હેકરો દ્વારા કરવામાં આવેલ તમામ ટ્વીટ પણ તેમના એકાઉન્ટમાંથી હટાવી લેવામાં આવ્યા છે.
સોમવારે મોડી રાત્રે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હોવાનું જાણવા મળ્યું છે. જે પ્રકારે છેડછાડ થઈ છે એ જોતાં હેકર્સ પાકિસ્તાન સમર્થક હોવાનું જણાય છે. બચ્ચનના ફોટોની જગ્યાએ પાક. વડાપ્રધાન ઈમરાનખાનનો ફોટો લગાડીને ભારતવિરોધી ટ્વિટ પોસ્ટ કરવામાં આવ્યું છે.
ભારતમાં રમજાનના પવિત્ર મહિનામાં રોઝા રાખી રહેલાં મુસ્લિમો પર નિર્દયી હુમલાઓ થાય છે એવી મનઘડંત ઉશ્કેરણી ટ્વિટમાં કરવાનો નિંદનીય પ્રયાસ થયો છે. આ ઘટના વિશે બચ્ચનની સત્તાવાર પ્રતિક્રિયા હજુ મળી નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ શાહિદ કપૂર સહિત કેટલીક ફિલ્મી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેક થયેલા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
દેશ
દેશ
Advertisement