શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ATM ની લાઈનમાં જોવા મળ્યો અનિલ કપૂર, ફેન સાથે પડાવી સેલ્ફી
મુબઈ: નોટબંધી અને કેશની તકલીફને કારણે આમ આદમીની સાથે સેલેબ્રિટીઝ પણ જોવા મળ્યા હતા. ગુરૂવારે અભિનેતા અનિલકપૂર પણ એક મોલમાં એટીએમની લાઈનમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન અનિલ કપૂરે પોતાના ફેન્સ સાથે સેલ્ફી પણ પડાવી હતી.
એટીએમની બહાર પૈસા લેવા માટે લાઈનમાં ઉભા રહેલા અનિલ કપૂરને જોઈને લોકોએ તેનો ઓટોગ્રાફ લીધા અને તેમની સાથે સેલ્ફી પણ પડાવી હતી.
અનિલ કપૂર સાથે સેલ્ફી લેનાર એક ફેન દ્વારા તેની સેલ્ફી ટ્વીટર પર શેર કરવામાં આવી હતી, જેમાં અનિલ કપૂરને ટેગ કરવામાં આવ્યો હતો. અનિલ કપૂરે તેના ફેન દ્વારા શેર કરેલી આ સેલ્ફીનો રિપ્લાય આપતા લખ્યું કે લાઈન ઉભા રહીને સેલ્ફી લેવા નોટબંધીનો આભાર માન્યો હતો. કહ્યુ મને તમારા જેવા ફેન સાથે ઉભા રહેવાનો મોકો મળ્યો. અનિલ કપૂરની એટીએમ બહાર પાડવામાં આવેલી સેલ્ફી સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહી છે. તેમના ચાહકો તેના આ પ્રકારના સાધારણ વ્યક્તિત્વની તારીફ કરી રહ્યા છે.
થોડા સમય પહેલા સાઉથના જાણીતા ફિલ્મમેકર રાજા બાબૂ પણ હૈદરાબાદના એક એટીએમમાં જોવા મળ્યા હતા. આ પહેલા અભિનેતા રજા મુરાદ પણ નોટ બદલવા માટે બેંકની લાઈનમાં જોવા મળ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગેજેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion