શોધખોળ કરો
જન્મદિવસ પર અનુરાગ કશ્યપનો ખુલાસો, પૈસા વગર મુંબઈના રસ્તા પર પસાર કરી રાત
મુંબઈ: અનુરાગ કશ્યપ આજે તેનો 44માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. અનુરાગનો જન્મ 10 સપ્ટેમ્બરના રોજ યુપીના ગોરખપૂર જિલ્લામાં થયો હતો. બોલીવુડમાં જાણીતા ફિલ્મ નિર્દેશક અને લેખકમાં તેમની ગણતરી થાય છે.
અનુરાગ કશ્યપ માત્ર 5 થી 6 હજાર રૂપિયા લઈને મુંબઈ આવ્યો હતો. આ દરમિયાન અનુરાગને ઘણી વખત રસ્તાઓ પર રાત પસાર કરવાના દિવસો પણ આવ્યા હતા. સિનેમાના કામ માટે અનુરાગે દરરોજ રસ્તાઓ પર ભટકવું પડતુ હતું. તેમને પ્રથમ કામ પૃથ્વી થીયેટરમાં મળ્યું હતું.
અનુરાગ ક્શયપે ઘણી દમદાર ફિલ્મો આપી છે જેમાં બ્લેક ફ્રાઈડે, ગેંગ્સ ઓફ વાસેપુર, બોમ્બે ટોકિઝ, બોમ્બે વેલ્વેટ, રમન રાધવ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
અનુરાગે ફિલ્મોમાં અભિનેતા તરીકે પણ કામ કર્યું છે. હમણા જ આવેલી સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘અકિરા’માં અનુરાગ વિલનના રોલમા જોવા મળ્યો હતો. આ રોલ માટે અનુરાગની બોલીવુડમાં ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. જેથી હાલ અનુરાગ ખૂબ જ ખૂશ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement