શોધખોળ કરો
મોદીનો વિરોધ કરવા પર આ ફિલ્મમેકરની દીકરીને મળી રેપની ધમકી, PM મોદી પાસે માગી મદદ
કેટલાંક મોદી ચાહકોએ અનુરાગ કશ્યપને પરેશાન કરતો મેસેજ કર્યા છે. અનુરાગ કશ્યપની દીકરીને આ મેસેજમાં મોદી ચાહકે રેપની ધમકી આપી છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં પીએમ મોદીની જીતથી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝે પણ મોદીને સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ સેલિબ્રિટીઝમાં અનુરાગ કશ્યપમનું નામ પણ સામેલ છે. અભિનંદન પાઠવવાની સાથે અનુરાગ કશ્યપે મોદી પાસે મદદ પણ માગી છે. કેટલાંક મોદી ચાહકોએ અનુરાગ કશ્યપને પરેશાન કરતો મેસેજ કર્યા છે. અનુરાગ કશ્યપની દીકરીને આ મેસેજમાં મોદી ચાહકે રેપની ધમકી આપી છે.
આ ટ્વિટને શેર કરતાં અનુરાગે લખ્યું છે કે, પ્રિય નરેન્દ્ર મોદી સર, આપને જીત માટે શુભેચ્છા. સર મહેરબાની કરીને મને જણાવો કે આપનાં આ ફોલોર્સને કેવી રીતે ડિલ કરવા જોઇએ. આપનો વિરોધી હોવાને કારણે તેઓ મારી દીકરીને આ પ્રકારનાં મેસેજ કરે છે.
લોકસભા ચૂંટણી પરિણામ બાદ આ પ્રકારની કમેન્ટ અને મેસેજ થયા છે જે બાદ અનુરાગે આ પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી દીધી છે.
આ ઘટના બાદ ઘણાં મોદી સમર્થકોએ કમેન્ટ કરી છે કે તે PM મોદીને સપોર્ટ કરે છે પણ તેનો અર્થ નથી કે તે આવી નીચલી (રેપની ધમકી) કક્ષાની ધમકીઓનું સમર્થન કરે. આ ટ્વિટ પર સાઉથની જાણીતી સિંગર ચિન્મયી શ્રીપદાએ કમેન્ટ કરી છે કે ચિન્મયીએ લખ્યુ છે કે, આવા લોકોની સરખામણી જાનવર સાથે કરવી જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement