તેના બાદ ફેન્સે અનુષ્કા શર્માને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. એક યૂઝરે લખ્યું, ‘અનુષ્કા કઇ રીતે દિગ્ગજ છે.’
2/6
બીજા એક યૂઝર્સે લખ્યું ‘અનુષ્કા શર્માને દિગ્ગજ કહીને પોતાને શર્મિંદા ના કરો.’
3/6
ફેન્સને વિરાટ અને ફેડરરને લીજેન્ડ કેહવું ગમ્યું પણ અનુષ્કાને પણ લીજેન્ડ ગણાવી તે ટ્રોલર્સને હજમ થયું નહીં. એક અન્ય યૂઝરે લખ્યું કે, ‘અનુષ્કા લીજેન્ડ છે, લીજેન્ડની પરિભાષા શું છે.’ બીજાએ લખ્યું જો ‘અનુષ્કા શર્મા દિગ્ગજ છે તો, હું પણ ભારતનો વડાપ્રધાન છું. ’
4/6
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી ભારતના પ્રથમ એવા કેપ્ટન બની ગયા છે. જેમણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક જ પ્રવાસમાં ટેસ્ટ અને વનડે સીરીઝ જીતી છે. ટીમ ઈન્ડિયાએ 70 વર્ષમાં પહેલીવાર ઓસ્ટેરિલાઇ પ્રવાસમાં એક પણ સીરીઝ ગુમાવ્યા વગર જીત મેળવી છે.
5/6
કોહલીએ ટ્વીટ કર્યું કે, ‘ઓસ્ટ્રેલિયાઈ ઓપનમાં શાનદાર દિન, ઓસ્ટ્રેલિયામાં ગર્મીઓને સમાપન કરવાની શાનદાર રીત. હું ઑસ્ટ્રેલિયાઇ ઓપનનો આભારી રહીશ. ’ તેના બાદ ઑસ્ટ્રેલિયાઇ ઓપને પણ પોતાના ઓફિશલ ટ્વિટર હેન્ડલ પણ ફેડર, કોહલી અને અનુષ્કાની ફોટો શેર કરી અને લખ્યું કે ‘ત્રણ દિગ્ગજ, એક તસવીર.’
6/6
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના કેપ્ટ વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે વનડે અને ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ પત્ની અનુષ્કા શર્મા સાથે હળવાસની પળો વિતાવતા નજર આવી રહ્યાં છે. કોહલી અને અનુષ્કા શનિવારે ઓસ્ટ્રેલિયા ઓપનનો આનંદ લઈ રહ્યાં હતા. તે દરમિયાન કોહલીએ પત્ની અનુષ્કા સાથે દિગ્ગજ ટેનિસ રોજર ફેડરર સાથે એક તસવીર લીધી હતી. જેને લઈને એક્ટ્રેસ અનુષ્કા ટ્રોલ થઇ રહી છે.