આ વખતે અરમાન કોહલીને ગેરકાયદેસર રીતે દારુની બૉટલો રાખવાના કેસમાં પોલીસે ધરપકડ કરી છે. 46 વર્ષીય અરમાન કોહલી પાસે સ્કૉચ વ્હિસ્કીની 41 બૉટલો જપ્ત કરાઇ છે, જ્યારે નિયમ પ્રમાણે કોઇપણ વ્યક્તિ 12 બૉટલથી વધુ નથી રાખી શકતો, એટલું જ નહીં મુસાફરી દરમિયાન 2 બૉટલથી વધારે લઇને જવું ગુનો ગણાય છે.
2/4
અરમાન કોહલી બૉલીવુડના ફેમસ એક્ટરમાંનો એક છે. તેની મા નિશિ કોહલી પણ એક્ટ્રેસ રહી ચૂકી છે.
3/4
સીનિયર ઓફિસર અનુસાર, આટલી બધી માત્રામાં સ્કૉચ વ્હિસ્કીની બૉટલો રાખવાના આરોપમાં Under section 63(E) of Bombay Liquor Prohibition Act, 1949 અનુસાર ત્રણ વર્ષની જેલ થઇ શકે છે. હાલમાં પોલીસે કેસ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
4/4
મુંબઇઃ બિગબૉસ સિઝન 7થી પૉપ્યૂલર થયેલો એકટર અરમાન કોહલીને પોલીસે અરેસ્ટ કરી લીધો છે. અરમાન આ વર્ષે બીજીવાર પોલીસના ધક્કે ચઢ્યો છે. આ પહેલા જૂનમાં તેને લિવ-ઇન ગર્લફ્રેન્ડ નીરુ રંઘાવાને બેરહેમીથી મારવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી લીધી હતી.