શોધખોળ કરો
ઐશ્વર્યા રાય બચ્ચન પ્રેગનન્ટ છે તે વાતને લઈને ઐશ્વર્યાએ શું કર્યો મોટો ખુલાસો, જાણો વિગત
મુંબઈ: હાલમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની એક તસવીર વાયરલ થઈ હતી. આ તસવીરમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન જોવા મળી રહ્યા છે. એક ન્યુઝ એજન્સીમાં પબ્લિશ થયેલી આ તસવીર પ્રમાણે ઐશ્વર્યા પોતાના પતિ અભિષેક સાથે ગોવામાં હોલી-ડે માણી રહી છે.
આ તસવીરમાં ઐશ્વર્યા જાણે પ્રેગનન્ટ હોય એવી લાગી રહી છે. આ તસવીર પોસ્ટ થયા બાદ ઐશ્વર્યાના ચાહકોમાં એની પ્રેગનન્સીની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ઐશ્વર્યાની આ તસવીર જોઈને ચાહકો ટ્વિટર પર કમેન્ટ કરી રહ્યા હતાં. હાલમાં ઐશ્વર્યા અને અભિષેક દીકરી આરાધ્યાના પેરેન્ટ્સ છે.
હવે ઐશ્વર્યાના પ્રવક્તાએ ઐશ્વર્યાની પ્રેગ્નન્સીના ન્યૂઝ પર સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું છે કે, ઐશ્વર્યાનો જે ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. તે ફોટો ખોટા એંગલથી પાડવામાં આવ્યો છે. આ કારણે ઐશ્વર્યાનું પેટ ફૂલાયેલું જોવા મળે છે. પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે ઐશ્વર્યા પ્રેગ્નન્ટ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement