મુંબઈ: ક્રિકેટર કેએલ રાહુલ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથેના અફેરને લઈને ફરી ચર્ચામાં છે. શુક્રવારે બન્નેને એકસાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. જેની તસવીરો સામે આવી છે.
2/5
જો કે આ બન્ને અફેરની ખબરોને નકારી ચુક્યા છે. થોડા સમય પહેલા કેએલ રાહુલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે કોઈ પણ અભિનેત્રી સાથે રિલેશનમાં નથી. જો કે સોશિયલ મીડિયા પર બન્નેના ડેટિંગની ખબરોએ જોર પકડ્યું છે.
3/5
સુનિલ શેટ્ટીની દિકરી આથિયા અને રાહુલને સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. બંન્ને ડિનર ડેટ પર નીકળ્યા હતા. બન્ને એક જ કારમાં આવતા જોવા મળ્યા હતા.
4/5
તે દરમિયાન આથિયા બ્લેક બ્લેઝર અને સફેદ ક્રૉપ ટૉપમાં ખૂબસૂરત લાગી રહી હતી. જ્યારે કેએલ રાહુલ પણ સફેદ ટીશર્ટ અને ડેનિમ જેકેટમાં કૂલ લાગી રહ્યો હતો.
5/5
વર્ક ફ્રંટની વાત કરીએ તો આથિયા શેટ્ટી નવાજુદ્દીન સિદ્દીકી સાથે જલ્દીજ ‘મોતીચુર ચકનાચુર’માં નજર આવશે.