(Source: ECI/ABP News/ABP Majha)
Avatar 2 Box Office Collection: 'અવતાર 2' એ વિશ્વભરમાં 14060 કરોડની કરી કમાણી, ભારતમાં એવેન્જર્સ એન્ડગેમને છોડી પાછળ
Avatar The Way Of Water: હોલીવુડની ફિલ્મ 'અવતાર 2' તેના શાનદાર અભિનયથી દરેકને પ્રભાવિત કરી રહી છે. આલમ એ છે કે હવે આ ફિલ્મે ભારતમાં 'Avengers-Endgame'ને પાછળ છોડી દીધી છે.
Avatar 2-Avengers End Game: હોલીવુડના પ્રખ્યાત દિગ્દર્શક જેમ્સ કેમરોનની લોકપ્રિય ફિલ્મ 'અવતાર: ધ વે ઓફ વોટર' હજુ પણ થિયેટરોમાં તેની મજબૂત પકડ જાળવી રહી છે. જેના કારણે 'અવતાર 2'ની કમાણી દરરોજ ઝડપથી વધી રહી છે. 'અવતાર ધ વે ઓફ વોટર', જેણે વિશ્વભરમાં રેકોર્ડબ્રેક કમાણી કરી છે. તેણે ભારતમાં પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. આલમ એ છે કે હવે 'અવતાર ધ વે ઓફ વોટર' ભારતમાં સૌથી વધુ ગ્રોસ કલેક્શનની હોલીવુડ ફિલ્મના મામલે માર્વેલ યુનિવર્સની ફિલ્મ 'એવેન્જર્સ-એન્ડગેમ' કરતા પણ આગળ નીકળી ગઈ છે.
'અવતાર ધ વે ઓફ વોટર'ને મળી ભવ્ય સફળતા
પાંડોરાની દુનિયાની અનોખી વાર્તા પર આધારિત 'અવતાર ધ વે ઓફ વોટર' સમગ્ર વિશ્વમાં દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ સાથે ભારતમાં આ હોલીવુડ ફિલ્મનો ક્રેઝ લોકોના માથે ચડી રહ્યો છે. એક અહેવાલ મુજબ 'અવતાર 2' એ તેની રિલીઝના 24માં દિવસે બોક્સ ઓફિસ પર લગભગ 7 કરોડનો બિઝનેસ કર્યો છે. જેના કારણે ભારતમાં જેમ્સ કેમરૂનની ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 371 કરોડને વટાવી ગયું છે. 'અવતાર ધ વે ઓફ વોટર'ના ગ્રોસ ઈન્ડિયા કલેક્શન પર નજર કરીએ તો તે આંકડો પણ 454 કરોડને પાર કરી ગયો છે. આ સાથે 'અવતાર 2' એ ભારતમાં સૌથી વધુ કમાણી કરવાના મામલે માર્વેલ યુનિવર્સની બ્લોકબસ્ટર ફિલ્મ 'એવેન્જર્સ-એન્ડગેમ'ને પાછળ છોડી દીધી છે. 'એન્ડગેમ'નું કુલ બોક્સ ઓફિસ કલેક્શન ભારતમાં લગભગ 358 કરોડ હતું. જ્યારે ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન લગભગ 438 કરોડ હતું.
વિશ્વવ્યાપી હિટ 'અવતાર ધ વે ઓફ વોટર'
આ સિવાય જો આપણે 'અવતાર ધ વે ઓફ વોટર'ના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો તેમાં પણ જેમ્સ કેમરૂનની આ ફિલ્મે અદભૂત પ્રદર્શન કર્યું છે. આલમ એ છે કે 'અવતાર 2' એ આખી દુનિયામાં અજાયબી બતાવીને 14060 કરોડની જાદુઈ કમાણી કરી છે.
Avatar 2
‘અવતાર’ દ્વારા દિગ્દર્શક જેમ્સ કેમરોને પ્રેક્ષકોને પેન્ડોરા નામની જગ્યાનો પરિચય કરાવ્યો. આ સાયન્સ ફિક્શન ફિલ્મની સિક્વલ ‘અવતાર 2’માં પાંડોરામાં રહેતા લોકોની આગળની વાર્તા બતાવવામાં આવી છે. બધા મળીને પોતપોતાના શહેરને માણસોથી બચાવવામાં લાગેલા છે. જેમ્સે અવતાર 3, 4 અને 5ની પણ જાહેરાત કરી છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મો 2024, 2026 અને 2028માં આવશે. સેમ વર્થિંગ્ટન, ઝો સલડાના અને કેટ વિન્સલેટ સાથે અન્ય હોલીવુડ કલાકારોએ ‘અવતાર 2’માં કામ કર્યું છે.