આ ફિલ્મની રીલિઝ ડેટમાં ફેરફાર થયો છે. પહેલા આ ફિલ્મ 14 એપ્રિલ 2017ના રોજ રીલિઝ થવાની હતી. પણ હવે આ ફિલ્મ 28 એપ્રિલ 2017ના રોજ રીલિઝ થશે. ધર્મા પ્રોડક્શનના માલિક અને બોલીવુડના જાણીતા ડાયરેક્ટર કરણ જોહરે આ જાણકારી આપી છે.
2/6
અર્કા મીડિયા વર્ક્સના બેનર નીચે બનનારી આ ફિલ્મમાં રાણા દગ્ગુબાટી, પ્રભાસ, અનુષ્કા શેટ્ટી અને તમન્ના ભાટિયા છે. આ ફિલ્મને એસ.એસ. રાજામૌલી ડાયરેક્ટ કરી રહ્યા છે.
3/6
આ ફિલ્મના ક્લાઈમેક્સના શૂટિંગ અંગે થોડા સમય પહેલા અહેવાલો હતા કે તેમાં લડાઈના દ્રશ્યો પહેલા ભાગ કરતા પણ વધારે ભવ્ય અને લાંબા હશે. આ ક્લાઈમેક્સની લડાઈના દ્રશ્ય અડધો કાલકનું છે.
4/6
આજે ધર્મા પ્રોડક્શનનના સીઈઓ અપૂર્વા મહેરાએ પણ ટ્વિટ કર્યુ છે. તેમણે લખ્યું છે કે જે લોકો બાહુબલી ધ કન્ક્લુઝન વિષે પૂછી રહ્યા છે તેમને જણાવી દઉ કે આ ફિલ્મ 28 એપ્રિલના રોજ રીલિઝ થશે. અને એ જ દિવસે ખબર પડશે કે કટપ્પાને બાહુબલી કો ક્યોં મારા
5/6
નવી દિલ્લી: 2015ની બ્લોક બસ્ટર ફિલ્મ બાહુબલીની સિક્વલ બાહુબલી ધ કન્ક્લુઝનની રાહ બધા જ જોઈ રહ્યા છે.
6/6
તમે પણ આ ફિલ્મની રાહ જોઈને બેઠા છો તો તમારા માટે એક મહત્વના સમાચાર છે.