શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભાભી જી ઘર પે હૈ: સ્ટેજ પર સૌનૈ સામે અંગૂરી ભાભીને વિભૂતીએ કર્યુ પ્રપોઝ, જવાબ મળ્યો...
ઇન્ડિયન ટેલિવિઝન એવોર્ડ સેરેમનીનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં વિભૂતિ નારાયણ મિશ્રા એટલે કે આસિફ શેખ અને અંગૂરી ભાભીને સ્ટેજ પર બધાની સામે જ પ્રપોઝ કરતા જોવા મળે છે
ટેલિવૂડ:“ભાભી જી ઘર પે હૈ’ સિરયલમાં વિભૂતિ હોય કે પછી મનમોહન તિવારી બંને એક જ તક શોધતા હોય છે કે ક્યારે મનની વાત પાડોશણ ભાભીજીને જણાવી શકે. પરંતુ અફસોસ ભાભીજી તેમની ભાવનાને ક્યારેય સમજી નથી શકતી. જેથી દરેક કોશિશ નિષ્ફળ જ જાય છે. જો કે આ વખતે તે સ્ટેજ પર સૌના સામે પ્રેમનો એકરાર કરવા જઇ રહ્યાં છે. તો શું તે સફળ થશે?
ITAમાં સૌની સામે કરી દિલની વાત
ઇન્ડિયન ટેલિવિઝન એવોર્ડ સેરેમની દરમિયાન વિભૂતીએ અંગૂરી ભાભીને સૌના સામે એક ખેલના માધ્યમથી દિલની વાત જાહેરમાં કરવાની કોશિશ કરે છે પરંતુ ભાભીજી નથી સમજી શકતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ઇન્ડિયન ટેલિવિઝન એવોર્ડ સેરેમના સ્ટેજ પર જ્યારે વિભૂતી અને અંગૂરી ભાભીનો આ ખેલ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક તિવારી તેમની આદત મુજબ વચ્ચે ટપકી પડે છે અને વિભૂતીનો આખો ખેલ બગાડી નાખે છે. જો કે આ દરમિયાન “ભાભી જી ઘર પે હૈ”ની ટીમ સ્ટેજ પર ખૂબ જ ધમાલ મસ્તી કરે છે. આ વીડિયો 2 મહિના પહેલા યૂટ્યૂબ પર અપલોડ થયો હતો. અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો વીડિયો જોઇ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion