શોધખોળ કરો

Akanksha Dubey: ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબે આત્મહત્યા કેસમાં પોલીસે સમરસિંહની કરી ધરપકડ

Akanksha Dubey Case : ગાઝિયાબાદ પોલીસના ડીસીપી નિપુણ અગ્રવાલના જણાવ્યા અનુસાર સમર સિંહને વારાણસી પોલીસે મોર્ટા પાસેની સોસાયટીમાંથી કસ્ટડીમાં લીધો છે.

Akanksha Dubey Case Update: ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબે આત્મહત્યા કેસમાં યુપી પોલીસે ગઈકાલે રાત્રે ગાઝિયાબાદના નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સમર સિંહની ધરપકડ કરી હતી. ગાઝિયાબાદ પોલીસના ડીસીપી નિપુણ અગ્રવાલના જણાવ્યા અનુસાર સમર સિંહને વારાણસી પોલીસે મોર્ટા પાસેની સોસાયટીમાંથી કસ્ટડીમાં લીધો છે.

 ભોજપુરી અભિનેત્રી અને મોડલ આકાંક્ષા દુબે માર્ચ, 2023માં હોટલમાં લટકતી હાલતમાં મળી આવી હતી. આકાંક્ષા દુબેની લાશ સારનાથ પોલીસ સ્ટેશન વિસ્તારની સોમેન્દ્ર હોટલમાં લટકતી હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.. શૂટિંગ પછી આકાંક્ષા દુબે હોટેલમાં ગઈ હતી. ત્યાર બાદ તે બહાર આવી જ નહોતી. આત્મહત્યા પહેલા આકાંક્ષા પણ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી હતી. ટૂંકા વાયરલ વીડિયોમાં તે ખુબ રડતી જોવા મળી હતી

માત્ર 25 વર્ષની હતી આકાંક્ષા

આકાંક્ષા 25 વર્ષની હતી અને તેણે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી હતી. આકાંક્ષા દુબે ભદોહીની રહેવાસી હતી અને તેની ગણતરી ઉત્તર પ્રદેશના જાણીતા કલાકારોમાં થતી હતી. આકાંક્ષાએ ભોજપુરી સિનેમા, સંગીત અને ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ઉત્તર પ્રદેશ ઉપરાંત દેશભરમાં તેની સારી ફેન ફોલોઈંગ છે. આકાંક્ષા પણ ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવતી હતી.

ટિક-ટોકમાં પણ હતી જાણીતી

આકાંક્ષા દુબેએ પોતાના કરિયરની શરૂઆત સોશિયલ પ્લેટફોર્મ ટિક-ટોકથી કરી હતી. લોકોને ટિક-ટોક પર આકાંક્ષાની ટેલેન્ટ પસંદ આવી અને તેની ફેન ફોલોઈંગ જબરદસ્ત બની ગઈ. બાદમાં આકાંક્ષાએ ભોજપુરી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો અને એકથી વધુ ભોજપુરી ગીતો અને ફિલ્મોમાં કામ કર્યું. જે લોકોને ખૂબ પસંદ આવી હતી. આકાંક્ષાએ વીર કે વીર અને કસમ પદના વાલેની 2 ફિલ્મોમાં કામ કર્યું હતું જે લોકોને ખૂબ પસંદ આવી હતી.

મુંબઈથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી

આકાંક્ષા દુબેએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત માયાનગરી મુંબઈથી કરી હતી. જોકે આકાંક્ષાના માતા-પિતા ઇચ્છતા હતા કે તે IAS બને, પરંતુ તેને નાનપણથી જ ડાન્સ અને એક્ટિંગમાં રસ હતો. તે શાયરી સ્ટોરી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરતી હતી હતી. તેણે સુસાઈડના  લગભગ 23 કલાક પહેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક કવિતા અપલોડ કરી હતી. કવિતા એ હતી કે - હું તારો માર્ગ અનુસરીશ, ભલે સમય લાગે, કાં તો તું આવ, નહીં તો મંઝિલ આપણે હોઈશું...

આકાંક્ષાનો જન્મ 21 ઓક્ટોબર 1997ના રોજ ઉત્તર પ્રદેશના ભદોહીમાં થયો હતો. આકાંક્ષા દુબે જિલ્લાના ચૌરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પારસીપુરની રહેવાસી હતી. આકાંક્ષા દુબેને નાનપણથી જ ડાન્સ અને એક્ટિંગનો ખૂબ શોખ હતો. તે અવારનવાર સોશિયલ મીડિયા પર ડાન્સના વીડિયો પોસ્ટ કરતી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget