દીપકે કહ્યું કે, અંતિમ તબક્કામાં મારો મુકાબલો શ્રીસંત અને દીપિકા સાથે હતા. આ બંને લોકોએ તેમના કામના કારણે ઘણી લોકપ્રિયતા હાંસલ કરી હોવાની મને ખબર હતી. આ કારણે મને લાગ્યું કે મારા જીતવાનો ચાન્સ બહુ ઓછો છે. આ બંને લોકો મારા કરતા વધારે પાવરફૂલ હોવાની મને ખબર હતી. વાત માત્ર મારી હોત તો હું રૂપિયાની પસંદગી ન કરતા. પરંતુ હું જાણતો હતો કે મારા પરિવારની હાલત ઠીક નથી અને મારે રૂપિયાની જરૂર હતી. પરિવારની જવાબદારી પણ હતી. તેથી રૂપિયા લઈને શો છોડવાનો ફેંસલો યોગ્ય લાગ્યો.
2/3
મુંબઈઃ સલમાનના ખાનના શો બિગ બોસ સીઝન 12નમાં દીપિકા કક્કડે બાજી મારી હતી. વિનરની રેસમાં શ્રીસંત, દીપિકા અને દીપક હતા. પરંતુ દીપકે પ્રાઇઝ મની લઈને શો છોડવાનો ફેંસલો લીધો હતો. શોમાંથી બહાર થયા બાદ દીપકે તેના ફેંસલાનું કારણ જણાવ્યું હતું.
3/3
બિહારના નાના ગામથી આ શો સુધી પહોંચવાની દીપકની સફળ સરળ નહોતી. દીપકે 15 સ્પર્ધકોને પછાડીને શોના ટોપ 3 સ્પર્ધકોમાં જગ્યા બનાવી હતી. ઘરમાં રહેવા દરમિયાન તેણે સારી રમત દર્શાવી હતી અને આ વાતની પ્રશસાં ખુદ સલમાને પણ કરી હતી.